________________
તો નથી
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત જ્યારે ઉદ્ભવે છે ત્યારે શુદ્ધ ઉપયોગ સિવાય બીજું કાંઈ કરતો નથી.
૪૧૪ શ્રોતાઃ મહાવિદેહ ક્ષેત્રમાંથી આવેલા પુરુષની આ વાત છે. સામે સાઈકલ પડી હતી. પછી ત્રણ વખત પૂછયું? શું જણાય છે ? ત્રણ વખત કહ્યું સાઈકલ.
ઉત્તર: આ પ્રત્યક્ષ જણાય છે તેની ના કેમ પાડવી ? કોના લક્ષના કહેવી ?! પણ મને આ પર જણાય છે. અને જ્ઞાની કહે છે કે તેને “જાણનાર જણાય છે” આ સાઈકલ જણાય છે તે ભ્રાંતિ હતી. બંધ અધિકારમાં અધ્યવસાન કહ્યું. અને ર૭૧ કળશમાં ભ્રાંતિ કહ્યું છે. આ બધા મંત્રો છે.
૪૧૫
જિજ્ઞાસા: જ્ઞાનીનું લક્ષણ શું? જ્ઞાનીનું એંધાણ શું?
સમાધાન: જાણનાર જણાય છે તે જ્ઞાનીનું લક્ષણ છે. તે જ્ઞાનીનું લક્ષણ બાંધ્યું. કોઈ પણ હાલત વિશે....સર્વ હાલતમાં “જાણનાર જણાય છે.” સવિકલ્પ દશામાં “જાણનાર જણાય છે. શાસ્ત્ર લખે છે ત્યારે “જાણનાર જણાય છે.” રાગ નિમિત્ત છે. રાગના સદ્દભાવમાં પણ “ જાણનાર જણાય છે.” રાગના અભાવમાં પણ “જાણનાર જણાય છે.” તેમાં તો “જાણનાર જણાય છે.” નિર્વિકલ્પ ધ્યાનમાં રાગનો અભાવ છે ત્યારે શું જણાય છે ? “ જાણનાર જણાય છે.
પાંચ મહાવ્રત જણાતા હોય ત્યારે શું જણાય છે? “જાણનાર જણાય છે.” એક સમય બાદ ન હોય. ઉપયોગ અને પરિણતી બન્નેમાં અશ્મિન ધારાથી “જાણનાર જણાય છે.” આ જ્ઞાનીનું લક્ષણ છે.
૪૧૬ મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું કેઃ “હું જ્ઞાન સ્વભાવી આત્મા છું” તેમાં નિરપેક્ષ કહ્યું. જ્ઞયનો સંબંધ તોડી નાખ્યો. જે સમયસારની ૧૫ (પંદર) મી ગાથામાં શયલુબ્ધ જ્ઞાન તેને ઇન્દ્રિયજ્ઞાન કહ્યું. જેને ઇન્દ્રિયજ્ઞાનથી જુદુ જ્ઞાન પ્રગટ થાય તેને ઈન્દ્રિયજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાનની ખબર પડે. કે...... આ તો “ જાણનારો જણાય છે.” જણાય છે; તેને જાણે તો આત્મજ્ઞાન કહેવાય. જ્યારે તેને જાણે ત્યારે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com