________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૭૩ જણાય છે” એવું તો તમારું સ્વરૂપ છે.
૩૮૪ શેયનાં પ્રતિભાસ વખતે “જાણનાર જ જણાય છે.” બસ. ન્નયનાં પ્રતિભાસ વખતે શેય જણાતું નથી. સ્વ અને પર બન્ને શેય થાય છે. તેનું નામ જ્ઞયાકાર જ્ઞાન છે. જ્યારે જ્ઞાન અંદરમાં વળે છે. ત્યારે જગતનો પદાર્થ અવસ્તુ છે. નિર્મળ પર્યાયનો ભેદ અવસ્તુ છે.
૩૮૫ જાણે છે ઈન્દ્રિયજ્ઞાન અને માને છે હું જાણું છું એ ભૂલ થઈ ગઈ. આ (પરપદાર્થ) જ્ઞય નથી. જ્ઞય અહીંઆ (અંદર) જ છે. જાણે તે જ્ઞાન અને જણાય તે શેય. જણાય છે શું? પોતાનો આત્મા. શરીર જણાતું નથી, ફેકટરી જણાતી નથી, સ્પેરપાર્ટ જણાતા નથી, “ જાણનારો જણાય છે.” જાણનાર અને જણાય છે એ બેનો વિકલ્પ તૂટી ગયો તો અનુભવ થઈ ગયો. ફેકટરીમાં આવો અનુભવ થઈ શકે છે.
૩૮૬ ઇન્દ્રિયજ્ઞાન વધે એટલે સમ્યકદર્શન થઈ જાય તેમ નથી. તો તો હરણિયા ને દેડકાં ને સમ્યકદર્શન થાય જ નહીં. એને ઇન્દ્રિયવિજ્ઞાન સાથે કાંઈ સંબંધ નથી. સમ્યકદર્શનને. આહાહા ! તો તો વિદ્વાનોને ઇન્દ્રિયજ્ઞાન ઘણું વધે છે. ખેડૂત, તિર્યંચને ઇન્દ્રિયજ્ઞાન ન વધે તો તો પણ તેને સમ્યકદર્શન થાય છે. સમવસરણમાં ગાય, ભેંસ, હાથીને સમ્યક્દર્શન થાય છે.
એટલે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પણ જ્યારે ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન આત્માને જાણે છે. અંદરમાં “જાણનારો જણાય છે ખરેખર પર જણાતું નથી.” ભલે પરનો પ્રતિભાસ હો! પણ એનું લક્ષ પર ઉપરથી છૂટી જાય છે. એને અંતરલક્ષ થાય છે. ત્યારે સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે. ત્યારથી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે. એટલે ઇન્દ્રિયજ્ઞાનને જીતવું બહુ ઊંચામાં ઊંચી વાત છે.
૩૮૭
સત્યવાણી સાંભળવા મળવી મુશ્કેલ છે. પુણ્યની સાચી વાણી સાંભળવા મળે છે. ચક્રવર્તીથી પણ પુણ્ય વધી જાય તો.... સાંભળવા મળે છે. તેમાં પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો જ્ઞાન ભિન્ન અને રાગ ભિન્નમાં છે. રાગના સભાવ વખતે રાગ ઉપયોગમાં નથી. તો પછી જ્ઞાયકથી તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com