________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૩૪૫ હું આ બધી વાત કરું છું તે બધી શાસ્ત્રમાં છે. અધ્યાત્મ પ્રવચન રત્નત્રય એ પુસ્તકમાં ત્રણ ભાગમાં તેર વ્યાખ્યાનો છે. આત્મા પરનો કરનાર નથી, પરિણામનો જ્ઞાતા નથી.
જાણનાર જણાય છે” બધું એમાં છે. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા ત્રણે વાત છે. આ એવી પળે કુદરતી બહાર પડી ગયું. ત્રણ-ત્રણ આચાર્યો અને એક ગુરુદેવ! આમ ચાર ચાર ભેગા મળીને એક અજ્ઞાનીને સમજાવે છે.
૩૪૬ અપૂર્વ વાત: અનુભવ માટે સહેલામાં સહેલો ઉપાય. “આત્મા એવ જણાય છે.” આમાં બાર અંગનો સાર છે.
૩૪૭
પરને જાણવું સ્વભાવ માને છે આખું જગત. હવે જ્યાં પરને જાણવું સ્વભાવ માનતો હોય જીવ તો તેને પારને જાણવાનો નિષેધ પણ ન આવે. તો પછી એનો ઉપયોગ અભિમુખ થઈને મને “જાણનારો જણાય છે” એવા વિચારમાં પણ આવતો નથી. તો અનુભવ ક્યાંથી આવે !! જેને વિચારમાં આવશે તેને અનુભવમાં આવવાની શક્યતા છે. પણ હું પરને જાણું છું એવા હઠે ચડેલો આત્મા એનો નિષેધ કરી શકતો નથી. કે ખરેખર પર મને જણાતું નથી. ઇન્દ્રિયજ્ઞાન આત્માનું જ્ઞાન જ નથી. ઈ.. ખરેખર જ્ઞાન જ નથી, શેય છે.
उ४८
ટાઢી –ઊની અવસ્થાને ભાવઇન્દ્રિય જાણે છે, જ્ઞાન નથી જાણતું. રાગને કોણ જાણે છે? રાગ બુદ્ધિનો વિષય છે. મન જાણે છે. તને તેનો જાણનાર બતાવ્યો, હવે હું જાણું છું એ લાકડું કાઢી નાખ ને? “જાણનાર જણાય છે” તેમાં આવી જા ને !!!
૩૪૯ જિજ્ઞાસા - હું જાણનાર છું તેવો વિકલ્પ તે ધ્યેયનો પક્ષ છે. “જાણનાર જણાય છે” તેવો વિકલ્પ તે શેયનો પક્ષ છે. બન્ને વિકલ્પ અનુભૂતિના કાળમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com