________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ
સંકલન થયેલ છે. તેમજ આ સમગ્ર પુસ્તકનું સંપાદન પણ શોભનાબેને કરેલ છે.
પૂ. ‘ ભાઈશ્રી' ની પ્રવચનધારામાં વહેતી ‘ જાણનાર જણાય છે' ની સરવાણીને હૃદયભાજનમાં ઝીલી અને સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને પોતાની પ્રજ્ઞાની પ્રવીણતા દ્વારા વચનામૃતોમાં આકારી અને છૂટાછવાયા મોતીઓને એકત્રિત કરી અને જ્ઞાન કૌશલ્યની કુશાગ્રતાપૂર્વક ગ્રંથારૂઢ કરવા બદલ આ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
વળી આ પુસ્તક પ્રકાશનનું કાર્ય ઘણું ઘણું કઠિન છે. આવી કાર્યવાહીના ચેતનવંતા કાર્યવાહક આત્માર્થી ચેતનભાઈ મહેતાનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. આ પુસ્તકનાં પ્રૂફ ચેકિંગમાં મદદ કરનાર આત્માર્થી ચંદનબેન પુનાતરનો પણ સંસ્થા આભાર માને છે.
તદ્ઉપરાંત દેવ-ગુરુ-ધર્મની અર્પણતાપૂર્વક આ નિસ્પૃહ સહકાર મળ્યો છે તે બદલ સંસ્થા
તેમની ઋણી છે.
મુદ્રકઃ
‘જાણનારો જણાય છે’ આ પુસ્તકની બીજી આવૃત્તિના પ્રકાશનનું સુંદર કાર્ય કરવા બદલ આત્માર્થી શ્રી ચંદ્રકાન્તભાઈ મહેતાનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે.
સહાય ફંડમાંથી તેમજ દાતા ત૨ફથી દ્વિતીય આવૃત્તિનું પ્રકાશનઃ
‘જાણનારો જણાય છે' તે પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રકાશન અર્થે આત્માર્થી ગમનભાઈ (જશગમન પ્રા. ચૅરિટેબલ ટ્રસ્ટ) તરફથી સ્વ. જશવંતીબહેન ગમનભાઈના સ્મરણાર્થે રૂ. ૨૫૦૦૦ (પચીસ હજારની ) દાનરાશિ પ્રાપ્ત થયેલ છે. આ બદલ સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે બે શબ્દોઃ
4
‘જાણનારો જણાય છે’ ની પ્રથમ આવૃત્તિનો મુમુક્ષુ સમાજમાં ઊંડાણપૂર્વકનો અભ્યાસ થતાં અનેક પાઠકગણ તરફથી ઉલ્લાસમય અને પ્રમોદપૂર્ણ હૃદયોદ્દગાર મળ્યા છે. ‘ જાણનારો જણાય છે અને ખરેખર ૫૨ જણાતું નથી' તે વિષયમાં ઘણા જીવોને ગડમથલ રહેતી હતી. આ ગૂંચ ‘જાણનારો જણાય છે' તે પુસ્તકનો સ્વાધ્યાય થતાં નીકળી ગઈ છે. ‘જાણનારો જ જણાય છે ખરેખર ૫૨ જણાતું નથી' તેમાં સંપૂર્ણ ભેદજ્ઞાનની કળા અને સ્વાનુભવની અપૂર્વ વિધિ પ્રાપ્ત થતાં લાયક જીવોને અંદરમાંથી કોઈ અપૂર્વ બળ જાગૃત થયું છે. પંચમકાળે ધોધમાર અમૃત વરસતાં જૈનદર્શનનાં સર્વ ૨હસ્યો ખૂલી ગયાં છે.
પ્રથમ આવૃત્તિમાં ૧૦૦૮ વચનામૃત લીધેલાં હતાં. તે ઉપરાંત ભેદજ્ઞાન-વિધિ પ્રેરક ૫૮ વચનામૃતનો ઉમેરો કર્યો છે. પ્રથમ-આવૃત્તિ ૧૧૦૦-પ્રતની પ્રભાવના થઈ જતાં આ દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરતાં શ્રી કુંદકુંદ કહાનામૃત સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અત્યંત ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે.
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય હૉલ.
66
‘સ્વીટહોમ ”, જીમખાના રોડ, જાગનાથ શેરી નં.-૬, રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com