________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ અધ્યાય : ૨ ઓછાં પડે છે. તેવી જ રીતે જ્યારે અશુભયોગ થાય છે ત્યારે પાપપ્રકૃતિઓમાં સ્થિતિ-અનુભવ અધિક પડે છે અને પુણ્ય પ્રવૃતિઓમાં ઓછા. દશાધ્યાય તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં જ્ઞાનાવરણાદિ પ્રવૃત્તિઓના આસવનાં કારણ જે ત~દોષનિદ્વવાદિક કહેલાં છે, તેનો અભિપ્રાય એ છે કે તે તે ભાવોથી તે તે પ્રકૃત્તિઓમાં સ્થિતિ, અનુભાગ અધિક અધિક પડે છે. બીજાં જે જ્ઞાનાવરણાદિક પાપપ્રકૃતિઓના આસ્રવ દશમાં ગુણસ્થાનસુધી સિદ્ધાંતશાસ્ત્રમાં કહ્યા છે. તેમાં વિરોધ આવશે અથવા ત્યાં શુભયોગના અભાવનો પ્રસંગ આવશે; કારણકે શુભયોગ દશમાં ગુણસ્થાનથી પહેલાં પહેલાં જ થાય છે.
ઇતિ દ્વિતીયોડધ્યાયઃ સમાસઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com