________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
[૧૫૧] આ ઉપદેશનું તાત્પર્ય અને તેનું ફળ.
અહીં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ ! સર્વે દ્રવ્યોને બીજાની સાથે ઉત્પાધઉત્પાદકભાવનો અભાવ છે, માટે તું જ્ઞાતા જ રહે. “હું જ્ઞાન છું' એવો નિર્ણય કરીને સ્વસમ્મુખ જ્ઞાતા પરિણામપણે જે ઊપજ્યો તે જીવ પોતાના સમ્યકશ્રદ્ધા-જ્ઞાન-આનંદ વગેરે કાર્યપણે ઊપજે છે તેથી તેનો ઉત્પાદક છે, પણ કર્મ વગેરે પરનો ઉત્પાદક નથી. આમ જીવને સ્વભાવસમ્મુખ દષ્ટિ કરીને નિર્મળ ક્રમબદ્ધપર્યાયપણે પરિણમવા માટે આ ઉપદેશ છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખ દષ્ટિ કરીને પરિણમ્યો ત્યાં
જ્ઞાનગુણ પોતાના નિર્મળ પરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો, શ્રદ્ધાળુણ પોતાના સમ્યગ્દર્શન પરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો, આનંદગુણ પોતાના આનંદપરિણામ સાથે તદ્રુપ થઈને પરિણમ્યો;
-એ પ્રમાણે જ્ઞાયકસ્વભાવ સન્મુખ થઈને પરિણમતાં શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર-વીર્ય વગેરે બધા ગુણોની નિર્મળ પરિણમનધારા વધવા લાગી.-આ છે જ્ઞાયકસ્વભાવની ને ક્રમબદ્ધપર્યાયની પ્રતીતનું ફળ !
[૭]
પ્રવચન સાતમું [વીર સં. ૨૪૮૦ આસો સુદ ત્રીજ ]
એક તરફ એકલો જ્ઞાયકસ્વભાવ, ને બીજી તરફ ક્રમબધ્ધપર્યાય, એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુધર્મ છે, તે કેવળી ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે, અને મોક્ષમાર્ગનું ર્તવ્ય કેમ થાય તેની આ રીત છે.
અજ્ઞાની કહે છે કે આ “રોગચાળો ” છે, ત્યારે અહીં કહે છે કે આ તો સર્વશના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, તે અલ્પજ્ઞ હોવા છતાં “હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું” એવો તેને નિર્ણય થયો.
[૧૫] અધિકારનું નામ.
આ સર્વવિશુદ્ધજ્ઞાન-અધિકારની પહેલી ચાર ગાથાઓ વંચાય છે; સર્વવિશુદ્ધ-જ્ઞાનઅધિકાર કહો, જ્ઞાયકદ્રવ્યનો અધિકાર કહો, કે ક્રમબદ્ધપર્યાયનો અધિકાર કહો; જ્યાં જ્ઞાયકદ્રવ્યને પકડીને જ્ઞાન એકાગ્ર થયું ત્યાં તે જ્ઞાન સર્વવિશુદ્ધ થયું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com