________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪
-માટે અરિ પાણીની અર્જા જ છે. અગ્નિ અગ્નિની પર્યાયમાં તદ્રુપ છે, ને ઉષ્ણ પાણીની અવસ્થામાં તે પાણી જ તદ્રુપ છે. એ જ પ્રમાણે કુંભાર અને ઘડો, વગેરે જગતના બધા પદાર્થોમાં પણ ઉપર મુજબ પાંચ બોલ લાગુ પાડીને એકબીજાનું અર્તાપણું સમજી લેવું.
[નોંધ : અહીં જે અગ્નિ અને પાણીનું દષ્ટાંત આપ્યું છે, તે દષ્ટાંત જીવનું અર્તાપણું સિદ્ધ કરવા માટે નથી આપ્યું, પણ અજીવનું પરસ્પર અલ્તપણે સિદ્ધ કરવા માટે તે દષ્ટાંત છે, –એ વાત લક્ષમાં રાખવી.]
[ ૧૪૨] “-નિમિત્તí તો ખરો ને?''
પ્રશ્ન-જીવ ર્તા છે કે નથી?
ઉત્તર:-હા; જીવ í ખરો, પણ શેનો? કે પોતાના જ્ઞાયક પરિણામનો:પુદ્ગલકર્મનો નહીં.
પ્રશ્ન-પુદ્ગલકર્મનો નિમિત્ત તો ખરો કે નહિ?
ઉત્તર:-ના જ્ઞાયકભાવપણે પરિણમતો જીવ મિથ્યાત્વાદિ પુદગલકર્મનો નિમિત્ત-ક્ત પણ નથી. કર્મના નિમિત્ત થવા ઉપર જેની દષ્ટિ છે તે જીવને જ્ઞાયકભાવનું પરિણમન નથી પણ અજ્ઞાનભાવનું પરિણમન છે. અજ્ઞાનભાવને લીધે જ તે પુદ્ગલકર્મનો નિમિત્તí થાય છે, અને તે સંસારનું જ કારણ છે.-આ વાત આચાર્યદવે હવે પછીની ગાથાઓમાં બહુ સરસ સમજાવી છે. [ ૧૪૩] જ્ઞાતાનું કાર્ય.
જ્ઞાનસ્વભાવી જીવ ક્ત થઈને કોઈની પર્યાયને આઘીપાછી પલટાવે એમ નથી. પોતે પોતાના જ્ઞાતા પરિણામે ઊપજતો થકો ક્રમબદ્ધપર્યાયનો જ્ઞાતા છે, જ્ઞાતા પરિણામ તે જ જ્ઞાનીનું કાર્ય છે. જેમ ઈશ્વર જગતના ર્તાએ વાત ખોટી છે, તેમ જીવ પરનો ર્જા એ વાત પણ ખોટી છે. જ્ઞાયકમૂર્તિ આત્મા સ્વ-પર પ્રકાશક છે, ખરેખર જ્ઞાયક તો શુભઅશુભ ભાવોનો પણ જાણનાર જ છે; તેમાં એક્તાપણે નહિ પરિણમતો હોવાથી, પણ ભિન્નપણે જ્ઞાનભાવે પરિણમતો હોવાથી, તે રાગનો ર્તા નથી. રાગને જ્ઞાન સાથે ભેળવીને જે તેનો ક્ત થાય છે, તેની દષ્ટિ “જ્ઞાયક' ઉપર નથી પણ વિકાર ઉપર છે, એટલે તે મિથ્યાદષ્ટિ છે. શુભભાવ થાય, ત્યાં “અશુભ થવાના હતા પણ જ્ઞાને તેને પલટીને આ શુભ કર્યા” એમ જે માને છે, તેનું વલણ પણ વિકાર તરફ જ છે, જ્ઞાયક ઉપર તેનું વલણ નથી. જ્ઞાતા તો જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને, પોતાના જ્ઞાતાભાવે જ પરિણમતો, તે તે સમયના રાગને પણ જ્ઞાનનું વ્યવહારજ્ઞય બનાવે છે, પણ તેને જ્ઞાનનું કાર્ય નથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com