________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૬૩
તેણે દિવાળીને બદલે હોળી કરી. જેમ હોળીને બદલે દિવાળીના તહેવા૨માં મોઢા ઉપર મસ ચોપડીને મેલું કરે તો તે મૂરખ કહેવાય. તેમ ‘દિ...વાળી' એટલે પોતાની નિર્મળ સ્વપર્યાય, તેમાં પોતે તદ્રુપ થવું જોઈએ તેને બદલે અજ્ઞાની ૫૨ સાથે પોતાને તદ્રુપતા માનીને પોતાની પર્યાયને મલિન કરે છે એટલે તે દિ...વાળીને બદલે પોતાના ગુણની હોળી કરે છે. ભાઈ, ‘દિ’ એટલે સ્વકાળની પર્યાય તેને ‘વાળ’ તારા આત્મામાં, –તો તારા ઘરે દિવાળીના દીવા પ્રગટે એટલે સમ્યજ્ઞાનના દીવડા પ્રગટે ને મિથ્યાત્વની હોળી મટે. સ્વકાળની પર્યાયને અંતરમાં ન વાળતાં ૫૨ સાથે એકપણું માનીને, તે ઊંધી માન્યતામાં અજ્ઞાની પોતાના ગુણને હોમી દે છે એટલે તેને પોતાના ગુણની હોળી થાય છે-ગુણની નિર્મળદશા પ્રગટવાને બદલે મલિનદશા પ્રગટે છે; તેમાં આત્માની શોભા નથી.
સ્વભાવસન્મુખ થઈને ક્રમબદ્ધ આવેલા નિર્મળ સ્વકાળ સાથે તદ્રુપતા ધારણ કરે તેમાં જ આત્માની શોભા ને પ્રભુતા છે. પોતપોતાની પર્યાય સાથે તદ્રુપતા ધારણ કરે તેમાં જ દરેક દ્રવ્યની પ્રભુતા છે, જો તેની પર્યાયમાં બીજો તદ્રુપ થઈને તેને કરે તો તેમાં દ્રવ્યની પ્રભુતા રહેતી નથી; અથવા આત્મા પોતે ૫૨ સાથે તદ્રુપતા માનીને તેનો ર્ડા થવા જાય તો તેમાં પણ પોતાની કે પરની પ્રભુતા રહેતી નથી. પરનો ર્ડા થવા જાય તે પોતાની પ્રભુતાને ભૂલે છે, ક્રમબદ્ધપર્યાયનું જ્ઞાતાપણું ન માનતાં તેમાં આડુંઅવળું તે કરવાનું માને તો તે જીવ પોતાના જ્ઞાતાભાવ સાથે તદ્રુપ ન રહેતાં, મિથ્યાદષ્ટિ કદ્રુપ થઈ જાય છે.
[૧૨૩ ] -આ છે જૈનશાસનનો સાર !
અહો, દરેક દ્રવ્ય પોતે જ પોતાની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતું થકું, તે તે પરિણામમાં તદ્રુપ થઈને તેને કરે છે. પણ બીજાને કરતું નથી, -આ એક સિદ્ધાંતમાં છએ દ્રવ્યોના ત્રણે કાળના પરિણમનના ઉકેલની ચાવી આવી જાય છે. હું જ્ઞાયક, ને પદાર્થોમાં સ્વતંત્ર ક્રમબદ્ધ પરિણમન-બસ ! આમાં બધો સાર આવી ગયો. પોતાના જ્ઞાયકસ્વભાવનો ને પદાર્થોના ક્રમબદ્ઘપરિણામની સ્વતંત્રતાનો નિર્ણય કરીને, પોતે પોતાના જ્ઞાયકસ્વભાવમાં અભેદ થઈને પરિણમ્યો, ત્યાં પોતે જ્ઞાયક જ રહ્યો ને પરનો અર્કા થયો, તેનું જ્ઞાન, રાગાદિથી છૂટું પડીને ‘સર્વવિશુદ્ધિ’ થયું. આનું નામ જૈનશાસન, ને આનું નામ ધર્મ.
‘યોગ્યતાને જ' કાર્યની સાક્ષાત્સાધક કહીને ઇષ્ટોપદેશમાં સ્વતંત્રતાનો અલૌકિક ઉપદેશ કર્યો છે. ‘ ઇષ્ટોપદેશ ’ને ‘ જૈનનું ઉપનિષદ' પણ કહે છે. ખરેખર, વસ્તુની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com