________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
આ સર્વવિશુધ્ધ-અધિકારની ચાલતી ગાથાઓ ( ૩૦૮ થી ૩૧૧) માં પણ ક્રમબદ્ધપર્યાયની સ્પષ્ટ વાત કરી છે.
બીજા શાસ્ત્રોમાં પણ અનેક ઠેકાણે આ વાત કરી છે. પં. બનારસીદાસજીએ શ્રીજિનેન્દ્રભગવાનનાં ૧૦૦૮ નામોમાં “મવર્તી' એવું પણ એક નામ આપ્યું છે.
[૯૭] સ્પષ્ટ અને મૂળભૂત વાત-જ્ઞાનશક્તિનો વિશ્વાસ.”
આ તો સીધી ને સ્પષ્ટ વાત છે કે આત્મા જ્ઞાન છે, સર્વજ્ઞતાનું તેનામાં સામર્થ્ય છે; સર્વજ્ઞતામાં શું જાણવાનું બાકી રહી ગયું? સર્વજ્ઞતાના સામર્થ્ય ઉપર જોર ન આવે તો ક્રમબદ્ધપર્યાય સમજાય નહિ. આ તરફ સર્વજ્ઞતાના સામર્થ્યને પ્રતીતમાં લીધું ત્યાં શયોમાં ક્રમબદ્ધપર્યાયો છે તેનો નિર્ણય પણ થઈ ગયો. આ રીતે આત્માના મૂળભૂત જ્ઞાયકસ્વભાવની આ વાત છે. આનો નિર્ણય ન કરે તો સર્વજ્ઞની પણ સાચી શ્રદ્ધા થતી નથી. આત્માની જ્ઞાનશક્તિનો જ વિશ્વાસ ન આવે તેને જૈનશાસનની એક્કય વાત સમજાય તેવી નથી.
સમકીતિ પોતાના જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરીને જ્ઞાતાપણાના ક્રમબદ્ધ પરિણામે ઊપજતો થકો જીવ જ છે, પણ કર્મનો આશ્રય કરીને ઊપજતો નથી તેથી અજીવ નથી.
ત્યાર પછી સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા વડે છઠા-સાતમા ગુણસ્થાનરૂપ મુનિદશા પ્રગટી, તે મુનિદશારૂપે પણ જીવ પોતે જ પોતાના ક્રમબધ્ધપરિણામથી ઊપજતો થકો જીવ જ છે, પણ નિર્દોષ આહાર વગેરેના આશ્રયે તે પર્યાયપણે ઊપજતો નથી માટે અજીવ નથી.
ત્યાર પછી કેવળજ્ઞાન દશા થઈ, તેમાં પણ જીવ પોતે જ કમબધ્ધ પરિણમીને તે અવસ્થાપણે ઊપજ્યો છે, તેથી તે જીવ જ છે, પણ ચોથો આરો કે શરીરનું સંહનન વગેરે અજીવના કારણે તે અવસ્થા ઊપજી નથી, તેમજ જીવે તે અજીવની અવસ્થા કરી નથી, તેથી તે અજીવ નથી.
[૯૮] અહો ! જ્ઞાતાની દમબદ્ધ ધારા !
જુઓ, આ જ્ઞાતાની કમબદ્ધપર્યાય!—આમાં તો કેવળજ્ઞાન સમાય છે, મોક્ષમાર્ગ આવી જાય છે, સમ્યગ્દર્શન આવી જાય છે. અને આનાથી વિરુધ્ધ માનનાર અજ્ઞાની કેવો હોય તેનું જ્ઞાન પણ આવી જાય છે જીવ અને અજીવ બધા તત્ત્વોનો નિર્ણય આમાં આવી જાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com