________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭
હોતાં નથી, એવો જ તે જીવની પર્યાયનો ક્રમ છે. અહીં તો એ વાત છે કે પુરુષાર્થ વડે જેતે જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેને સમ્યગ્દર્શન થયું, એટલે પરનો તેમજ રાગાદિનો તે અર્જા થયો, અને તેણે જ ક્રમબદ્ધપર્યાયને ખરેખર જાણી છે. હજી તો કુદેવ અને સુદેવનો નિર્ણય કરવાની પણ જેના જ્ઞાનમાં તાકાત નથી તે જીવમાં જ્ઞાયકસ્વભાવનો ને અનંત ગુણોની ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય કરવાની તાકાત તો કયાંથી હોય? ને યથાર્થ નિર્ણય વગર ક્રમબદ્ધપર્યાયમાં શુદ્ધતા થાય-એમ બનતું નથી.
[૪૦] “અનિયતનય” કે “અકાળનય’ સાથે ક્રમબદ્ધપર્યાયને વિરોધ નથી.
પ્રવચનસારના પરિશિષ્ટના ૪૭ નયોમાં ૨૭ માં અનિયતનયથી આત્માને અનિયત” કહ્યો છે, પરંતુ અનિયત એટલે અક્રમબદ્ધ એવો તેનો અર્થ નથી. ત્યાં પાણીની ઉષ્ણતાનો દાખલો આપીને સમજાવ્યું છે કે જેમ ઉષ્ણતા તે પાણીનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તે કાયમી સ્વભાવ નથી માટે અનિયમિત છે, તેમ વિકાર આત્માનો કાયમી સ્વભાવ નથી પણ ઉપાધિભાવ છે, તેથી તે વિકાર અપેક્ષાએ આત્માને અનિયત કહ્યો છે. એ જ પ્રમાણે ૩૧માં બોલમાં ત્યાં ““અકાળનય'' કહ્યો છે, તેમાં પણ આ ક્રમબદ્ધપર્યાયના નિયમથી કાંઈ વિરુદ્ધ વાત નથી, કાંઈ ક્રમબદ્ધ-પર્યાય તોડીને તે વાત નથી. (આ અનિયતનય તથા અકાળનય બાબત વિશેષ સમજણ માટે આત્મધર્મમાં પ્રસિદ્ધ થતાં પૂ. ગુરુદેવનાં પ્રવચનો વાંચો.)
[૪૧] જૈનદર્શનની મૂળવસ્તુનો નિર્ણય.
મૂળ વસ્તુસ્વભાવ શું છે તેનો પહેલાં બરાબર નિર્ણય કરવો જોઈએ. આત્માનો જ્ઞાતા-દષ્ટા સ્વભાવ શું? અને જ્ઞય પદાર્થોનો ક્રમબદ્ધ સ્વભાવ શું? તેના નિર્ણયમાં વિશ્વદર્શનરૂપ જૈનદર્શનનો નિર્ણય આવી જાય છે; પણ અજ્ઞાનીને તેનો નિર્ણય નથી.
જુઓ, આ મૂળવસ્તુ છે, તેનો પહેલાં નિર્ણય કરવો જોઈએ, આ મૂળવસ્તુના નિર્ણય વગર ધર્મ થાય તેમ નથી. જેમ કોઈ માણસ બીજા પાસે પાંચ હજાર રૂા.ની ઉઘરાણીએ જાય, ત્યાં સામો માણસ તેને લાડવા જમાડે, પણ આ તો કહે કે ભાઈ ! જમવાની વાત પછી, પહેલાં મુદ્દાની વાત નક્કી કરો, એટલે કે હું પાંચ હજાર રૂા. લેવા આવ્યો છું, તેની પહેલાં સગવડ કરો-એ રીતે ત્યાં પણ મુદ્દાની વાતને મુખ્ય કરે છે, તેમ અહીં મુદ્દાની રકમ એ છે કે આત્મા જ્ઞાનસ્વભાવ છે તેનો નિર્ણય કરવો. આત્મા જ્ઞાયક સ્વભાવ છે ને પદાર્થોની પર્યાયનો ક્રમબદ્ધસ્વભાવ છે એનો જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com