SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ સમયે-સમયે ઉત્પાદ-વ્યય-ધ્રુવ કહીને તેમાં પણ ક્રમબદ્ધપર્યાયની જ સાંકળ ગોઠવી દીધી છે. (જુઓ ગાથા ૧૦૧) [૨૬] “સત” અને તેને જાણનાર જ્ઞાનસ્વભાવ. અહો ! આચાર્ય ભગવંતોએ જંગલમાં વસીને, પોતાના જ્ઞાનમાં વસ્તુસ્વરૂપને પકડીને આબેહૂબ વર્ણન કર્યું છે. એક તરફ આખું સનું ચોસલું જગતમાં પડયું છે ને આ તરફ તેને જાણનારો જ્ઞાનસ્વભાવ છે. મહાસત્તા સત, અવાંતરસત્તા સત, જડચેતન દરેક દ્રવ્ય ત્રિકાળ સત્ ને તેની એકેકે સમયની પર્યાય પણ ક્રમબદ્ધ પ્રવાહમાં તેના સ્વકાળે સત, એ બધાને જાણનારી જ્ઞાનપર્યાય પણ સત્.-આમ બધું ક્રમબદ્ધ અને વ્યવસ્થિત સત્ છે. તેનો નિર્ણય કર્યો ત્યાં પોતાને જ્ઞાતાપણું જ રહ્યું ને ર્તાપણાની મિથ્યાબુદ્ધિ મટી. સનો જ્ઞાતા ન રહેતાં તે સને ફેરવવા માંગે તે મિથ્યાબુદ્ધિ છે. [૨૭] જ્ઞાનસ્વભાવના નિર્ણયમાં પાંચ સમવાય આવી જાય છે. બધી પર્યાયો તો ક્રમબદ્ધ જ છે પણ તેનો નિર્ણય કોણ કરે છે? જ્ઞાતાનું જ્ઞાન જ તેનો નિર્ણય કરે છે. જે જ્ઞાને આવો નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાનો (જ્ઞાનસ્વભાવનો) નિર્ણય પણ ભેગો જ કર્યો છે. જ્યાં સ્વભાવસમ્મુખ થઈને આવો નિર્ણય કર્યો ત્યાં (૧) સ્વભાવ તરફનો સમ્યક્ “પુરુષાર્થ ” આવ્યો, (૨) જે શુદ્ધતા પ્રગટી છે તે સ્વભાવમાંથી પ્રગટી છે, તેથી “સ્વભાવ” પણ આવ્યો, (૩) તે સમયે જે નિર્મળપર્યાય પ્રગટવાની હતી તે જ પ્રગટી છે તેથી નિયત ” પણ આવ્યું. (૪) જે નિર્મળદશા પ્રગટી છે તે જ તે વખતનો સ્વકાળ છે, એ રીતે “સ્વકાળ' પણ આવી ગયો, (૫) તે વખતે નિમિત્તરૂપ કર્મના ઉપદમાદિ સ્વયં વર્તે છે, એ રીતે કર્મ' પણ અભાવરૂપ નિમિત્ત તરીકે આવી ગયું, -ઉપર પ્રમાણે સ્વભાવસમ્મુખ પુરુષાર્થમાં પાંચ સમવાય એક સાથે આવી જાય છે. [૨૮] ઉદીરણા-સંક્રમણ વગેરેમાં પણ ક્રમબધ્ધ પર્યાયનો નિયમ. કર્મની ઉપશમ, ઉદીરણા, સંક્રમણ વગેરે અવસ્થાઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે તે બધી અવસ્થા પણ કમબધ્ધ જ છે. શુભભાવથી જીવે અસાતાપ્રકૃતિનું સાતારૂપે સંક્રમણકર્યુંએમ કથન આવે; પરંતુ ત્યાં, કર્મની તે અવસ્થા થવાની ન હતી ને જીવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008238
Book TitleGyan Svabhaav ane Gney Svabhaav
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size844 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy