________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય નિવેદન
આજથી ચોત્રીસ વર્ષ પહેલાં એટલે વીર સંવત ૨૪૮૦-૮૧માં પૂજ્ય ગુરૂદેવશ્રીએ શ્રી સમયસાર પરમાગમ શાસ્ત્રની ગાથા ૩૦૮ થી ૩૧૧ તથા તેની ટીકા ઉપર ““સર્વજ્ઞતા'' અને ક્રમબદ્ધ પર્યાય જેવા અતિશય અગત્યના વિષય ઉપર આત્મા શાયક છે તથા ક્રમબધ્ધ પર્યાયના સિદ્ધાંતને લક્ષમાં રાખીને એકધારા તેર પ્રવચનોની જે અદભૂત અમૃતધારા વરસાવી તે ખરેખર મુમુક્ષુઓના મહાન સદભાગ્ય છે આત્માના અતીન્દ્રિય સુખને સ્પર્શીને બહાર આવતી પૂ. ગુરુદેવશ્રીની સુમધુર વાણી દુનિયાના દુ:ખી જીવોને સુખનો માર્ગ દેખાડે છે. મુંઝાયેલા માનવીને મુક્તિની પ્રેરણા જગાડે છે. અને જૈન શાસનના ઉંડા હાર્દને સ્પષ્ટપણે સમજાવીને મુમુક્ષુ જીવોને નવી જ દષ્ટિ તરફ દોરી જાય છે.
- ઉપરોક્ત પ્રવચનો ““આત્મધર્મ'માં કમસર પ્રકાશિત થયેલ હતા અને ત્યારપછી આ પ્રવચનો ““જ્ઞાનસ્વભાવ ઔર શેયસ્વભાવ'' નામથી હિન્દીમાં પ્રકાશિત થયેલ જેની ચાર આવૃતિઓ બહાર પડી ચુકેલ છે.
ગુજરાતી સમાજમાં મુમુક્ષુઓને પરમાગમાં રહેલા સુક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણા જ કઠિન છેઆ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને અધ્યાત્મરસિકોને આ પુસ્તક પોતાની આત્મસાધનામાં ઉપયોગી થશે.
આ પુસ્તક પ્રકાશનમાં સંસ્થાને કિંમતી મદદ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ રાજકોટના મેનેજર આત્માર્થી ભાઈશ્રી શાંતિલાલ ગોપાલજી પટેલ તરફથી મળી છે
પૂજ્ય ગુરુદેવશ્રીએ નિરૂપણ કરેલ તત્વ જેમાં જેમાં પ્રકાશન થવા પામ્યું છે તે પુસ્તકો તથા સામયિકોની માહિતી શ્રી શાંતિલાલ ગોપાલજી પટેલ પાસે એવી રીતે સંગ્રહીત છે કે જયારે જે માહિતી જોઈએ કે તુરત જ તેઓ આપી શકે છે આ કારણે આ અગાઉ પુસ્તકો જેમ કે જ્ઞાનગોષ્ઠી જ્ઞાયકભાવ વગેરે પુસ્તકોના પ્રકાશનમાં તેમની સારી સહાય મળી હતી “જ્ઞાયકભાવ' પુસ્તક પ્રકાશનમાં તો તેમણે પૂજ્ય ગુરુદેવશ્રીના ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી હસ્તલેખીત કર્યા આ રીતે ભાઈશ્રી શાંતિલાલ ગોપાલજી પટેલની પુસ્તક પ્રકાશનમાં ઘણા સમય થયા મદદ મલતી આવે છે તે બદલ આ સંસ્થા તેમનો ખુબ ખુબ આભાર માને છે.
મુમુક્ષુભાઈ શ્રી દેવશીભાઈ કરમશી ચાવડાએ પ્રુફ સંશોધનનું કાર્ય કરી આપેલ છે તથા મુમુક્ષુભાઈ શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહે આ પ્રકાશનમાં કિંમતી સેવાઓ આપી હતી તે બદલ આ સંસ્થા તેઓનો ખુબખુબ આભાર માને છે.
આ પુસ્તક ચીવટપૂર્વક સુંદર પ્રીન્ટીંગ કરી આપવા બદલ જ્યોતિ પ્રીન્ટીંગ પ્રેસ રાજકોટનો પણ આ સંસ્થા આભાર માને છે.
આ પુસ્તકની કિંમત રૂા. ૧૫ થવા સંભવ છે, તેમાં દસહજાર રૂપિયાથી વધારે દાનરાશિ મળેલ હોય, આ પુસ્તકની વેંચાણ કિંમત રૂ. ૮આઠ રાખવામાં આવી છે. દાતાઓની નામાવલિ તથા તેમના તરફથી મળેલ દાનરાશિની વિગત આ પુસ્તકમાં આપવામાં આવેલ છે. વૈશાખ શુદ-૨, સં. ૨૦૪૪, તા. ૧૮-૪-૮૮ શ્રી કહાનગુરુ સસાહિત્ય ગ્રંથમાળા
પ્રકાશક સમિતિ-રાજકોટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com