________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
વ્યવહાર હોય ને કેવું નિમિત્ત હોય, તથા કેવો રાગ અને કેવા નિમિત્તો છૂટી જાય તેની તેને ખબર નથી—એવા સ્વછંદી જીવને ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કે સમ્યગ્દર્શનાદિ હોતું નથી, મુનિદશા તો હોય જ કયાંથી?
જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિમાં નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય છે, અને તે તે પર્યાયમાં યોગ્યનિમિત્ત હોય છે તે પણ ક્રમબદ્ધ છે; એટલે “નિમિત્તને મેળવવું એ વાત રહેતી નથી. જેમકે-“મુનિદશામાં નિમિત્તપણે નિર્દોષ આહાર જ હોય છે, માટે નિર્દોષ આહારનું નિમિત્ત મેળવું તો મારી મુનિદશા ટકી રહેશે”—એમ કોઈ માને તેને નિમિત્તાધીન દષ્ટિ છે, સ્વભાવમાં એકાગ્રતાથી મુનિદશા ટકે છે તેને બદલે સંયોગના આધારે મુનિદશા માને છે તેની દષ્ટિ જ વિપરીત છે. નિમિત્તને મેળવવું નથી પડતું, પણ સહજપણે એ જ પ્રકારનું નિમિત્ત હોય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સહેજે બની જાય છે. “આપણને જેવું કાર્ય કરવાની ઇચ્છા થાય તેવાં નિમિત્તો મેળવવા'' એમ માને તો તેને જ્ઞાનસ્વભાવની કે ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા કયાં રહી?–એને તો હજી ઇચ્છાનું અને નિમિત્તનું ર્તાપણું પડ્યું છે. અરે ભાઈ ! નિમિત્તોને મેળવવા કે દૂર કરવા તે કયાં તારા હાથની વાત છે? નિમિત્ત તો પદ્રવ્ય છે, તેની કમબદ્ધપર્યાય તારે આધીન નથી.
[૮૪] “જ્ઞાયક”કરે?
જ્ઞાયક ક્રમબદ્ધ પોતાના જ્ઞાયકપ્રવાહની ધારાએ ઉપજે છે, જ્ઞાયકપણે ઊપજતો તે કોને ભે? કોને છોડ? કે કોને ફેરવે? જ્ઞાયક તો જ્ઞાયકભાવનો જ ક્ત છે, પરનો અર્જા છે. જો બીજાનો ર્જા થવા જાય તો અહીં પોતામાં જ્ઞાયક સ્વભાવની દષ્ટિ રહેતી નથી એટલે મિથ્યાષ્ટિપણું થઈ જાય છે. હજી તો જ્ઞાયક પરનો જાણનાર પણ વ્યવહારથી છે, નિશ્ચયથી (-તન્મયપણે ) પોતે જ્ઞાયકનો જાણનાર છે. જ્ઞાયક સન્મુખ એકાગ્રતામાં પરશેયનું પણ જ્ઞાન થઈ જાય છે, પરંતુ પરનો ઉત્પાદક નથી. આ રીતે જ્ઞાયક આત્મા અર્જા છે. સર્વજ્ઞ ભગવાન સ્વ-પરના “જ્ઞાયક' છે, યોને જેમ છે તેમ પ્રસિદ્ધ કરે છે તેથી “જ્ઞાયક’ પણ છે, ને પોતાના “કારક” પણ છે; પરંતુ પરના કારક નથી. પરના જ્ઞાયક તો છે પણ કારક નથી. એ પ્રમાણે બધાય આત્માનો આવો જ્ઞાયકસ્વભાવ છે ને પરનું અર્તાપણું છે. એ વાત અહીં સમજાવી છે.
[૮૫] જ્ઞાયકસ્વભાવની દષ્ટિપૂર્વક ચરણાનુયોગની વિધિ.
શાસ્ત્રોમાં ચરણાનુયોગની વિધિનું અનેક પ્રકારે વર્ણન આવે, પણ તે બધામાં આ જ્ઞાયકસ્વભાવની મૂળદષ્ટિ રાખીને સમજે તો જ સમજાય તેવું છે. મુનિ-દીક્ષા લેવાના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com