________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬
પાણીમાં ઊતરવું પડે છે, કાંઠે ઊભો ઊભો હાથ લાંબો કરે તો કાંઈ મોતી હાથમાં ન આવી જાય. તેમ અંતરના જ્ઞાયકસ્વભાવની ને ક્રમબધ્ધપર્યાયની આ વાત અંતરમાં ઊંડે ઊતર્યા વિના સમજાય તેવી નથી. આ તો અલૌકિક વાત બહાર આવી ગઈ છે, જે સમજશે તે ન્યાલ થઈ જશે..... ... ..
સહેજે સમુદ્ર ઉલ્લસીયો ત્યાં મોતી તણાયા જાય, ભાગ્યવાન કર વાપરે તેની મૂઠી મોતીએ ભરાય.”
અહીં “ભાગ્યવાન' એટલે અંતરના પુરુષાર્થવાન! અંતસ્વભાવની દૃષ્ટિનો પ્રયત્ન કરે તેને મૂઠી મોતીએ ભરાય” એટલે કે નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાયો થતી જાય. પણ જે એવો પ્રયત્ન નથી કરતો તેને માટે કહે છે કે
‘ભાગ્યહીન કર વાપરે તેની શંખલે મૂઠી ભરાય” સમજવાનો પ્રયત્ન કરીને અંતરમાં તો ઊતરે નહિ ને એમ ને એમ એકલા શુભ-ભાવમાં રોકાઈ રહે તો તેને “શંખલે મૂઠી ભરાય” એટલે કે પુણ્ય બંધાય પણ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, ધર્મનો લાભ ન થાય. [ ૮૧] કેવળજ્ઞાનનો કક્કો.
આ તો કેવળજ્ઞાનનો કક્કો છે. અગાઉના વખતમાં (૫૦-૬૦ વર્ષ પહેલાં) જ્યારે ધૂલી નિશાળે ભણવા જાય ત્યારે સૌથી પહેલા “સિદ્ધો વર્ણ સમાનાય’ એમ ગોખાવતા, એટલે કે વર્ણ ઉચ્ચારનો સમુદાય સ્વયં સિદ્ધ-અનાદિથી ચાલ્યો આવે છે. તે જ અમે શીખવશું, એવો એનો અર્થ છે. તેમ અહીં પણ જે વાત કહેવાય છે તે અનાદિ કેવળજ્ઞાનથી સિદ્ધ થઈ ગયેલી છે. વળી કક્કો શીખવતા તેમાં એમ આવતું કે “કક્કો...કક્કો..કેવડીઓ;' તેમ અહીં પણ આ કેવળજ્ઞાનનો કક્કો શીખવાય છે. આ સમજ્યા વગર ધર્મની શરૂઆત થતી નથી. “કક્કામાં જ કેવળજ્ઞાનની વાત કરતાં “બ્રહ્મવિલાસ'માં કહ્યું છે કે
'कक्का' कहे करन वश कीजे, कनक कामिनी दृष्टि न दीजे। करीके ध्यान निरजन गहिये, केवलपद' इह विधिसों लहिये।।
[ ૮૨ ] ક્રમબદ્ધ પર્યાય તે વસ્તુસ્વરૂપ છે.
જુઓ, આ ક્રમબદ્ધપર્યાય તે વસ્તુનું સ્વરૂપ છે; જ્ઞાયકનો સ્વભાવ વ્યવસ્થિત બધું જાણવાનો છે, ને શેયોનો સ્વભાવ વ્યવસ્થિત ક્રમબદ્ધ નિયમિત પર્યાયે પરિણમવાનો છે. આ રીતે આમાં યથાર્થ વસ્તુસ્થિતિનો નિર્ણય આવી જાય છે; આથી વિપરીત માને તો તે વસ્તુસ્વરૂપને જાણતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com