________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૩
* પ્રવચનસારની ૧૭રમી ગાથામાં “નિંદ' ના અર્થમાં કહ્યું છે કે ““xxx આ રીતે આત્મા દ્રવ્યથી નહિ આલિંગત એવો શુદ્ધપર્યાય છે.''
* વળી ૧૦૧મી ગાથામાં કહે છે કે- “અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને અવસ્થિત રહેતો ભાવ એ સ્વરૂપ ત્રણ અંશો ભંગ-ઉત્પાદકધ્રૌવ્યસ્વરૂપ નિજધર્મો વડે આલંબિત એકી સાથે જ ભાસે છે.'' વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે, ઉત્પાદ ઊપજતા ભાવને આશ્રિત છે અને ધ્રોવ્ય ટક્તા ભાવને આશ્રિત છે.
* વળી યોગસારમાં કહે છે કે
ज्ञानदृष्टि चारित्राणि हियते नाक्षगोचरे :। क्रियते न च गुवधैिः सेव्यमानैरनारतं ।।१८।। उत्पद्यते विनश्यति जीवस्य परिणामिनः। ततः स्वयं सदाता न परतो न कदाचन।।१९।।
–આમાં કહે છે કે આત્મામાં જ્ઞાનાદિકની હીનતા કે અધિક્તા પોતાની પર્યાયના કારણે જ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્રનું ન તો ઇંદ્રિયોના વિષયથી હુરણ થાય છે, કે ના તો ગુરુઓની નિરંતર સેવાથી તેમની ઉત્પત્તિ થાય છે; પરંતુ જીવ પોતે પરિણમનશીલ હોવાથી સમયે સમયે તેના ગુણોની પર્યાય પલટે છે, –મતિજ્ઞાનાદિક પર્યાયોની ઉત્પત્તિ અને વિનાશ થયા કરે છે, તેથી મતિજ્ઞાનાદિનો ઉત્પાદ કે વિનાશ પરથી પણ નથી તેમજ દ્રવ્ય પોતે પણ તેનું દાતા નથી. સમયે સમયે પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે, સામાન્યદ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પર્યાયને નિરપેક્ષપણે જુઓ તો તે પર્યાય સ્વય તેવી પરિણમી છે. તે સમયનો પર્યાયધર્મ જ તેવો છે, સામાન્યદ્રવ્યને તેનું દાતા કહેવું તે સાપેક્ષ છે; પણ દ્રવ્ય-પર્યાયની નિરપેક્ષતાના કથનમાં એ વાત ન આવે. નિરપેક્ષતા વિના એકાંત સાપેક્ષપણું જ માને તો સામાન્યવિશેષ બે ધર્મો જ સિદ્ધ ન થઈ શકે.
* પ્રવચનસારની ૧૬મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે: શુદ્ધોપયોગથી થતી શુદ્ધસ્વભાવની પ્રાપ્તિ અન્યકારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે. શુદ્ધોપયોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેમાં આત્મા પોતે સ્વયમેવ છે કારકરૂપ થતો હોવાથી
સ્વયંભૂ” કહેવાય છે. દ્રવ્ય પોતે જ પોતાની અનંત શક્તિ રૂપ સંપદાથી પરિપૂર્ણ હોવાથી પોતે જ છ કારકરૂપ થઈને પોતાનું કાર્ય નીપજાવવાને સમર્થ છે; તેને આ સામગ્રી કાંઈ મદદ કરી શક્તી નથી. અહો ! એકેક પર્યાયના છએ કારકો સ્વતંત્ર છે.
* પખંડાગમ-સિધ્ધાંતમાં પણ કહ્યું છે કે બધે ઠેકાણે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે-એવો નિશ્ચય કરવો. ત્યાં અંતરંગકારણ કહેતાં પર્યાયની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com