________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩પ
મેળ છે પણ કોઈને કારણે કોઈ નથી. સૌ પોતપોતાના ક્રમબદ્ધપ્રવાહમાં સ્વયં પરિણમી રહ્યા છે.
[ ૬૪] જ્ઞાયકભાવના ક્રમબદ્ધપરિણમનમાં સાત તત્ત્વોની પ્રતીત.
પોતાના ક્રમબદ્ધ થતા પરિણામો સાથે તન્મય થઈને દરેક દ્રવ્ય સમયે સમયે પરિણમે છે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય સમયે સમયે નવી નવી પર્યાણપણે પરિણમી રહ્યા છે. સ્વસ્વભાવસભુખ પરિણમતો આત્મા પોતાના જ્ઞાતાભાવ સાથે અભેદ છે, ને રાગથી જુદો છે.-આવા આત્માની પ્રતીત તે જીવતત્ત્વની ખરી પ્રતીત છે.
મારો જ્ઞાયક આત્મા જ્ઞાયકભાવપણે ક્રમબદ્ધ ઊપજતો થકો તેમાં જ તન્મય છે, ને અજીવમાં તન્મય નથી-રાગમાં તન્મય નથી-આવી સ્વસમ્મુખ પ્રતીતમાં સાતે તત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન આવી જાય છે.
(૧) જ્ઞાયકભાવ સાથે જીવને અભેદપણું છે એવી શ્રદ્ધા થઈ તેમાં જ્ઞાયકસ્વભાવી જીવની પ્રતીત આવી ગઈ.
(૨) પોતાના જ્ઞાયકભાવની કમબદ્ધપર્યાયપણે ઊપજતા જીવને અજીવ સાથે એકપણું નથી; તેમજ પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતા અજીવને જીવ સાથે એકપણું નથી, –એ રીતે અજીવતત્ત્વની શ્રદ્ધા પણ આવી ગઈ.
(૩-૪) હવે, શાકભાવે પરિણમતો સાધકજીવ તે તે કાળના રાગાદિને પણ જાણે છે, પરંતુ તે રાગાદિને પોતાના શુદ્ધ જીવ સાથે તન્મય નથી જાણતો, પણ આસ્ત્રવ-બંધ સાથે તેને તન્મય જાણે છે; એ રીતે આસ્ત્રવ અને બંધ તત્ત્વોની શ્રદ્ધા પણ આવી ગઈ.
(પ-) જ્ઞાયકસ્વભાવના આશ્રયે પોતાને શ્રદ્ધા-જ્ઞાન આનંદ વગેરેના નિર્મળ પરિણામો થાય છે, સંવર-નિર્જરા છે, તેને પણ જ્ઞાની જાણે છે, એટલે સંવર-નિર્જરાની પ્રતીત પણ આવી ગઈ.
(૭) સંવર-નિર્જરારૂપ અંશે શુદ્ધપર્યાયપણે તો પોતે પરિણમે જ છે, ને પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ દશા કેવી હોય તે પણ પ્રતીતમાં આવી ગયું છે, એટલે મોક્ષતત્ત્વની શ્રદ્ધા પણ આવી ગઈ.
આ રીતે જ્ઞાયકભાવની ક્રમબદ્ધપર્યાયપણે પરિણમતા જીવને સાતે તત્ત્વોની પ્રતીત આવી જ ગઈ છે. (ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં સાતે તત્ત્વોની શ્રદ્ધા અને જૈનશાસન, –એ માટે જુઓ–અંક ૧૩૩, પ્રવચન ૪, નં ૯૩-૯૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com