________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૩
ખબર નથી. કોઈ અજ્ઞાની એમ કહે છે કે ““ગરીબ લોકો પાસે ધન વગેરેનો અભાવ છે, અને ધનવાન લોકો પાસે તેનો “અતિ ભાવ” છે, તેથી જગતમાં અથડામણ અને કલેશ થાય છે; જે અતિભાવવાળા વધારાનું ત્યાગ કરીને અભાવવાળાને આપી દે તો “સમભાવ” થાય ને બધાને શાંતિ થાય, -માટે અમે અણુવ્રતનો પ્રચાર કરીએ છીએ.''એ બધી અજ્ઞાનીની સંયોગદષ્ટિની વાતો છે. કલેશ કે સમભાવ શું સંયોગને લીધે થાય છે?—એ વાત જ જૂઠી છે. જ્ઞાયક સ્વભાવે બધા જીવો સરખા છે, તેથી જ્ઞાયકસ્વભાવની દષ્ટિમાં જ ખરો “સમભાવ' છે; પરનો આત્મામાં “અભાવ” છે; અને “વિભાવ” છે તે ઉપાધિ ભાવ હોવાથી ત્યાગવા યોગ્ય છે. આ સિવાય બાહ્યમાં “અભાવ, અતિભાવ ને સમભાવ'ની વાત તે સંયોગદષ્ટિની વાત છે, તે કાંઈ સાચો માર્ગ નથી.
એ જ પ્રમાણે ““વૈભવ ઘટે તો ખર્ચ ઘટે, ને ખર્ચ ઘટે તો પાપ ઘટે ''—એ પણ બાહ્યદૃષ્ટિની વાત છે. નિગોદના જીવ પાસે એક પાઈનો પણ વૈભવ કે ખર્ચ નથી, છતાં તે જીવો અનંત પાપથી મહા દુઃખી થઈ રહ્યા છે. કોઈ સમકીતિજીવ ચક્રવર્તી હોય, છ ખંડનો રાજવૈભવ હોય ને રોજના કરોડો-અબજોનું ખર્ચ થતું હોય છતાં તેને પાપ ઘણું જ અલ્પ છે; અને ખરેખર તો અખંડ ચૈતન્ય-વૈભવની દૃષ્ટિમાં તેને પાપ નથી, તે જ્ઞાયકભાવપણે જ ઊપજે છે, અલ્પ રાગાદિ છે તે તો શેયમાં જાય છે, તેમાં એકતાપણે જ્ઞાની ઊપજતા નથી.
[૬૨] અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો, કરો-તેથી તેમની માન્યતા મિથ્યા
થશે, પણ કાંઈ વસ્તુનું સ્વરૂપ નહીં ફરે !
આત્મા પોતાની ક્રમબદ્ધ પર્યાયપણે ઊપજતો થકો પોતાની પર્યાય સાથે અનન્ય છે. ને પર સાથે અનન્ય નથી–આવો અનેકાન્ત છે; જીવ પોતાની પર્યાયમાં તન્મય છે માટે તેનો ર્જા છે, ને પરની પર્યાયમાં તન્મય નથી માટે તેનો ર્તા નથી; આવું અનેકાન્તસ્વરૂપ છે. આત્મા પોતાનું કરે ને પરનું પણ કરે-એમ અજ્ઞાની માને છે પણ એવું વસ્તુસ્વરૂપ નથી. વસ્તુનું અનેકાન્તસ્વરૂપ જ એમ પોકાર કરી રહ્યું છે કે આત્મા પોતાનું જ કરે ને પરનું ત્રણકાળમાં ન કરે. અજ્ઞાનીઓ વિરોધનો પોકાર કરે તો કરો, –પણ તેથી કાંઈ વસ્તુસ્વરૂપ ફરી જાય તેમ નથી. “આપ્તમીમાંસા' ગા. ૧૧૦ની ટીકામાં કહે છે કે- ‘‘વસ્તુ ही अपना स्वरुप अनेकान्तात्मक आप दिखावै है तो हम कहा करै? वादी पुकारे है ‘વિરુદ્ધ હૈ રા .વિરુદ્ધ હૈ..” તો પુવારો, છુિ નિરર્થક પુરિને મેં સાચ્ય હૈં નહિં.''વસ્તુ જ પોતે પોતાનું સ્વરૂપ અનેકાન્તાત્મક દેખાડે છે તો અમે શું કરીએ? વાદી-અજ્ઞાની પુકારે છે કે “વિરુદ્ધ છે રે..વિરુદ્ધ છે –તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com