________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
છે કે નહિ?-કે પછી નિમિત્તને અને રાગને જ માને છે? નિમિત્તને અને રાગને પૃથક રાખીને જ્ઞાયકતત્ત્વને લક્ષમાં લે, નિમિત્તને ઉપજાવનાર કે રાગપણે ઊપજનાર હું નથી, હું તો જ્ઞાયકપણે જ ઊપજું છું એટલે હું જ્ઞાયક જ છું-એમ અનુભવ કર, તો તને સાત તત્ત્વોમાંથી પહેલાં જીવતત્ત્વની સાચી પ્રતીત થઈ કહેવાય, અને તો જ તે દેવ-ગુરુ-શાસ્ત્રને ખરેખર માન્યા કહેવાય.
હે જ્ઞાયકચિદાનંદ પ્રભુ! સ્વસમ્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઊપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયકતત્વને લક્ષમાં લે.
[૨૫] અરે મૂરખ ! એકાંતની વાત એક કોર મૂકીને આ સમજ!
આ વાત સાંભળતાં, “અરે! એકાંત થઈ જાય છે...........એકાંત થઈ જાય છે !' એમ ઘણા અજ્ઞાનીઓ પોકારે છે.પણ અરે મૂરખ ! તારી એ વાત એક કોર મૂકીને આ સમજ ને! આ સમજવાથી, રાગ ને જ્ઞાન એકમેક છે એવું તારું અનાદિનું મિથ્યા એકાંત ટળી જશે, ને જ્ઞાયક સાથે જ્ઞાનની એક્તારૂપ સમ્યફ એકાંત થશે; તે જ્ઞાનની સાથે સમ્યકશ્રદ્ધા, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ગુણોનું પરિણમન પણ ભેગું જ છે, તેથી અનેકાન્ત છે.
[ ર૬ ] સમકીતિને રાગ છે કે નથી?
અંતસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા તેની સાથે ચારિત્રનો અંશ પણ ઉઘડ્યો છે, -સ્વરૂપાચરણચારિત્ર પ્રગટી ગયું છે. કોઈને એમ શંકા થાય કે “સમ્યગ્દર્શન થતાં તેની સાથે પૂરું ચારિત્ર કેમ ન થયું?” -તો તેને જ્ઞાન-ચારિત્ર વગેરેના ભિન્નભિન્ન ક્રમબદ્ધપરિણમનની ખબર નથી. ક્રમબદ્ધ પરિણમનમાં કાંઈ એવો નિયમ નથી કે સમ્યકશ્રદ્ધા-જ્ઞાન થતાં તે ક્ષણે જ પૂરું ચારિત્ર પણ પ્રગટી જ જાય. અરે, ક્ષાયિક સમ્યગ્દર્શન થયા પછી લાખો-કરોડો વર્ષો સુધી શ્રાવકપણું કે મુનિપણું (અર્થાત્ પાંચમું કે છઠું-સાતમું ગુણસ્થાન) ન આવે, અને કોઈને સમ્યગ્દર્શન થતાં અંતમુહૂર્તમાં જ મુનિદશા-ક્ષપકશ્રેણી ને કેવળજ્ઞાન થઈ જાય. છતાં, સમકીતિ ચોથા ગુણસ્થાને પણ રાગના જ્ઞાતા જ છે, અહીં પોતાના સ્વ-પરપ્રકાશક જ્ઞાનનું તેવું જ સામર્થ્ય છે, -એમ જ્ઞાનસામર્થ્યની પ્રતીતના જોરે જ્ઞાની તે તે વખતના રાગને પણ શેય બનાવી ધે છે. જ્ઞાયકસ્વભાવની અધિક્તા તેની દષ્ટિમાંથી એકક્ષણ પણ ખસતી નથી, જ્ઞાયકની દષ્ટિમાં તે જ્ઞાતાભાવપણે જ ઊપજે છે, રાગમાં તન્મયપણે ઊપજતો નથી. આ રીતે, ક્રમબદ્ધપર્યાયમાં જ્ઞાનીને રાગની પ્રધાનતા નથી, જ્ઞાતાપણાની જ પ્રધાનતા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com