________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૧૦૭
છે?-કે અંતરના જ્ઞાયકસ્વભાવના અવલંબનમાં છે? ‘હું જ્ઞાયક છું ને મારા જ્ઞાયકની પર્યાય તો ક્રમબદ્ધ સ્વપર પ્રકાશક જ થાય છે' એવો નિર્ણય કરીને શાયકનું અવલંબન લીધું છે, ત્યાં પર્યાયે પર્યાય જ્ઞાનની વિશુદ્ધતા વધતી જ જાય છે ને રાગ ઘટતો જ જાય છે; હું જ્ઞાન વધારૂં ને રાગ ઘટાડું-એમ પર્યાય સામે જ લક્ષ રાખે, પણ અંતરમાં જ્ઞાયકસ્વભાવનું અવલંબન ન લ્યે તો તેને જ્ઞાન વધારવાના ને રાગ ઘટાડવાના સાચા ઉપાયની ખબર નથી. સાધકને જે રાગ થાય છે તે તો સ્વ-૫૨-પ્રકાશકજ્ઞાનના શેયપણે છે, પણ જ્ઞાનના કાર્યપણે નથી એટલે જ્ઞાની તેનો જ્ઞાતા જ છે, પણ તે રાગનો ર્ડા કે ફેરવનાર નથી. રાગના સમયે પણ જ્ઞાની તો તે રાગના જ્ઞાનપણે જ ઊપજયો છે. જો રાગને આઘોપાછો ફેરવવાની બુદ્ધિ કરે તો રાગનું ર્કાપણું થઈ જાય છે એટલે જ્ઞાતાપણાનો ક્રમ ન રહેતાં મિથ્યાત્વ થઈ જાય છે. સામે જે વખતે રાગનો કાળ છે તે જ વખતે જ્ઞાનીને પોતામાં તો જ્ઞાતાપણાનો જ કાળ છે, જ્ઞાયક તરફ વળીને તે તો જ્ઞાનપણે જ ઊપજે છે, રાગપણે ઊપજતો નથી.
[૯] અંતર્મુખ શાનની સાથે જ આનંદ-શ્રધ્ધા વગેરેનું પરિણમન; અને તે જ ધર્મ.
જીવને આવું સ્વ-૫૨પ્રકાશકજ્ઞાન ખીલ્યું ત્યાં તે પોતાના આનંદ વગેરે ગુણોની નિર્મળતાને પણ જાણે છે. જ્ઞાન સાથે આનંદ, શ્રદ્ધા વગેરે બીજા અનંતગુણો પણ તે જ સમયે પોતપોતાની ક્રમબદ્ધ નિર્મળ પર્યાયપણે ઊપજે છે ને જ્ઞાન તેને જાણે છે. જ્ઞાનમાં એવી જ સ્વ-૫૨પ્રકાશકપણાની તાકાત ખીલી છે, ને તે વખતે બીજા ગુણોમાં પણ એવું જ નિર્મળ પરિણમન હોય છે, તે જ્ઞાનના કારણે નહિ પણ તે ગુણોમાં જ એવો ક્રમ છે. અહીં જ્ઞાનમાં સ્વ-સન્મુખ થતાં નિર્મળ સ્વપ૨પ્રકાશક શક્તિ ઊઘડી ને તે વખતે શ્રદ્ધા-આનંદ વગેરે બીજા ગુણોમાં નિર્મળ પરિણમન ન થાય-એમ કદી બનતું નથી. શુધ્ધ દ્રવ્યની દષ્ટિમાં દ્રવ્યના જ્ઞાન-આનંદ વગેરે ગુણોમાં એક સાથે નિર્મળ પરિણમનનો પ્રવાહ શરૂ થઈ જાય છે. સમ્યક્ શ્રદ્ધાની સાથે સમ્યક્ ચારિત્ર, આનંદ વગેરેનો અંશ પણ ભેગો જ છે. જુઓ, આનું નામ ધર્મ છે. અંતરમાં આવું પરિણમન થાય તે ધર્મ છે, આ સિવાય બહારના કોઈ સ્થાનમાં કે શરીરાદિ ક્રિયામાં ધર્મ નથી, પાપના કે પુણ્યના ભાવમાં પણ ધર્મ નથી, એકલા શાસ્ત્રોના શબ્દોના જાણપણામાં પણ ધર્મ નથી. અંતર્મુખ થઈને જ્ઞાયકસ્વભાવનું અવલંબન લેતાં, શ્રદ્ધા-જ્ઞાન વગેરે ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય તેનું નામ ધર્મ છે. આ રીતે જ્ઞાયકમૂર્તિ આત્માના અવલંબનમાં ધર્મ છે. જ્ઞાયકનું અવલંબન લઈને
જ્ઞાનભાવે ઊપજયો તે જ જ્ઞાનીનો ધર્મ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com