________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
[૧૯૬] જ્ઞાયકભગવાન જાગ્યો. તે શું કરે છે?
આ જ્ઞાયકની પ્રતીત કરી ત્યાં તે જ્ઞાયકભૂમિમાં જ પર્યાય કૂદે છે, -શાયકનો જ આશ્રય કરીને નિર્મળપણે ઊપજે છે, પણ રાગાદિનો આશ્રય કરીને ઊપજતી નથી. જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈ ત્યાં પર્યાય કૂદે છે–એટલે કે નિર્મળ-નિર્મળપણે વધતી જ જાય છે. અથવા-દ્રવ્ય કૂદીને પોતાની નિર્મળ ક્રમબદ્ધપર્યાયમાં કૂદકા મારે છે, -તે પર્યાયપણે પોતે ઊપજે છે, પણ કયાંય બહારમાં કૂદકા મારે એમ નથી. પહેલાં જ્ઞાયકના ભાન વગર મિથ્યાત્વ દશામાં સૂતો હતો, તેને બદલે હવે સ્વભાવસમ્મુખ થઈને જ્ઞાયકભગવાન જાગ્યો
ત્યાં તે પોતાની નિર્મળપર્યાયમાં કૂદવા લાગ્યો, હવે વધતી વધતી નિર્મળ પર્યાયમાં કૂદતો કૂદતો તે કેવળજ્ઞાન લેશે.
[૧૯૭] ક્રમબદ્ધ 'ના જ્ઞાતાને મિથ્યાત્વનો ક્રમ ન હોય.
પ્રશ્ન:-ક્રમબદ્ધપર્યાય તો અજ્ઞાનીને પણ છે ને?
ઉત્તર:-ભાઈ, એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી ક્રમબદ્ધપર્યાયનું સ્વરૂપ જે સમજે તેને પોતામાં અજ્ઞાન રહે જ નહિ. તે એમ જાણે છે કે જ્ઞાનીને, અજ્ઞાનીને કે જડને, બધાયને ક્રમબદ્ધપર્યાય છે; પણ તેમાં
જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિથી નિર્મળ-નિર્મળ ક્રમબદ્ધપર્યાય થાય છે, અજ્ઞાનીને ઊંધી દષ્ટિમાં મલિન ક્રમબદ્ધપર્યાય થાય છે, અને જડની ક્રમબદ્ધપર્યાય જડરૂપ થાય છે.
-આવું જાણનાર જ્ઞાનીને પોતામાં તો મિથ્યાત્વાદિ મલિન પર્યાયનો ક્રમ રહે જ નહિ, કેમકે તેનો પુરુષાર્થ તો પોતાના જ્ઞાયકસ્વભાવ તરફ વળી ગયો છે, તેથી તેને તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો ક્રમ શરૂ થઈ ગયો છે. જો આવી દશા ન થાય તો તે ખરેખર ક્રમબદ્ધપર્યાયનું રહસ્ય સમજ્યો નથી પણ માત્ર વાતો કરે છે.
[ ૧૯૮] “ચૈતન્ય ચમત્કારી હીરો.”
અહીં આચાર્ય ભગવાને જીવને તેનું જ્ઞાયકપણું સમજાવ્યું છે. ભાઈ ! તારો આત્મા જ્ઞાયક છે...“ચૈતન્ય ચમત્કારી હીરો” છે, તારો આત્મા સમયે સમયે જ્ઞાતા-દષ્ટાપણાની ક્રમબદ્ધપર્યાયપણે ઊપજીને જાણ એવો જ તારો સ્વભાવ છે. કોઈ પર પદાર્થોની અવસ્થાને ફેરવવાનો સ્વભાવ નથી; માટે પરની ક્નબુદ્ધિ છોડ ને તારા જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈને જ્ઞાયકપણે જ રહે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com