________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૯૭
66
કે
જીવતી (–સ્વયં પરિણમતી) છે, તેને બદલે હું તેને પરિણમાવું એમ જેણે માન્યું તેણે ૫૨ વસ્તુને જીવતી ન માની પણ મરેલી એટલે કે પરિણમન વગરની માની. સ્વતંત્ર પરિણમતી વસ્તુને ૫૨ સાથે ર્ડાકર્મપણું જે માને છે તે જીવંત વસ્તુવ્યવસ્થાને જાણતો નથી. સમયસાર (પૃ. ૪૨૩)માં પણ કહ્યું છે જેનું જે હોય તે તે જ હોય, જેમ કે-આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, -આવો તાત્ત્વિક સંબંધ જીવંત છે.'' જુઓ, આ જીવંત સંબંધ !! આત્માને પોતાના જ્ઞાનાદિ સાથે એક્તાનો સંબંધ જીવંત છે, પણ પ૨ સાથે ર્ડાકર્મપણાનો સંબંધ જરા પણ જીવંત નથી. જો પરદ્રવ્ય આત્માનું કાર્ય હોય અર્થાત્ આત્મા ૫૨નું કાર્ય કરે, તો તે પદ્રવ્ય આત્મા જ થઈ જાય; કેમકે જે જેનું કાર્ય હોય તે તેનાથી જુદું ન હોય. પરંતુ જ્ઞાયકઆત્માને ૫૨ સાથે એવો તો કોઈ સંબંધ નથી. છતાં જે ૫૨ સાથે કિર્મનો સંબંધ માને છે તે જ્ઞાયકજીવનને હણી નાંખે છે ને મડદાંને જીવતું કરવા માંગે છે, તે મૂઢ-મિથ્યાદષ્ટિ છે. દરેક દ્રવ્ય સ્વયં પરિણમીને પોતપોતાની ક્રમસર પર્યાયમાં તદ્રુપપણે વર્તે છે, “આવી જીવંત વસ્તુવ્યવસ્થા છે, તેને બદલે બીજા વડે તેમાં કાંઈ ફેરફાર થવાનું માને, તો તેથી કાંઈ વસ્તુવ્યવસ્થા તો ફરશે નહિ પણ તેમ માનનારો મિથ્યાદષ્ટિ થશે.
ચારે કોરથી એક જ ધારાની વાત છે, પણ પાત્ર થઈને સમજવા માંગે તેને જ સમજાય તેવું છે. દ્રવ્યના ક્રમબદ્ધ પ્રવાહને કોઈ બીજો વચ્ચે આવીને ફેરવી નાંખે એવું જીવંત વસ્તુમાં નથી, એટલે સ્વભાવસન્મુખ થઈને જ્ઞાયભાવપણે પરિણમ્યો, તેને જ્ઞાયકભાવની પરિણમન ધારામાં વચ્ચે રાગનું ર્દાપણું આવી જાય એવું જ્ઞાયકના જીવનમાં નથી, છતાં શાયકને રાગનો ક્ત માને તો તે જીવંત વસ્તુને જાણતો નથી, શાયકના જીવનને જાણતો નથી.
જ્ઞાયકજીવને પોતાના નિર્મળજ્ઞાન પરિણામનું ર્તાપણું થાય-એવો સંબંધ જીવતો છે, પણ જ્ઞાયકજીવને અજીવનું ર્કાપણું થાય-એવો સંબંધ જીવતો નથી. જ્ઞાનીને જ્ઞાયકભાવ સાથે સંબંધ જીવતો છે ને મોહ સાથેનો સંબંધ મરી ગયો છે, –આવું છે જ્ઞાતાનું જીવન !
[૧૯૩ ] òકર્મપણું અન્યથી નિરપેક્ષ છે, માટે જીવ અર્તા છે, જ્ઞાયક છે.
આચાર્યદેવ કહે છે કે જીવ ર્તા ને અજીવ તેનું કર્મ-એમ કોઈ રીતે સાબિત થતું નથી, કેમ કે ર્ડાકર્મની અન્યથી નિ૨૫ક્ષપણે સિધ્ધિ છે, એક વસ્તુના ર્ડાકર્મમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com