________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૫
મારીને બીજા સમયના કારણ-કાર્યરૂપે પરિણમી જાય છે; એકલા પરિણામ જ પલટે છે ને દ્રવ્ય નથી પલટતું-એમ નથી, કેમકે પરિણામપણે દ્રવ્ય પોતે ઊપજે છે. ઘંટીના બે પડની માફક દ્રવ્યને અને પર્યાયને જાદાપણું નથી, એટલે જેમ ઘંટીમાં ઉપલું પડ ફરે છે ને નીચલું તદ્દન સ્થિર રહે છે, તેમ અહીં પર્યાય જ પરિણમે છે ને દ્રવ્ય પરિણમતું જ નથી-એમ નથી. પર્યાયપણે કોણ પરિણમ્યું? કે વસ્તુ પોતે. આત્મા અને તેના અનંતા ગુણો, સમયે સમયે નવી નવી પર્યાયપણે ઊપજે છે, તે પર્યાયમાં તે તદ્રુપ છે. આથી પર્યાયઅપેક્ષાએ જોતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને ભાવ ચારેય બીજા સમયે પલટી ગયા છે. દ્રવ્ય અને ગુણ અપેક્ષાએ સદશતા જ હોવા છતાં, પહેલા સમયના જે દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે તે પહેલા સમયની તે પર્યાયપણે ઊપજેલા (–પરિણમેલા) છે, અને બીજા સમયે તે દ્રવ્ય ક્ષેત્રભાવ ત્રણે પલટીને બીજા સમયની તે પર્યાયપણે ઊપજે છે. એ પ્રમાણે ક્રમબદ્ધપર્યાયપણે દ્રવ્ય પોતે પરિણમે છે. બીજા સમયે પર્યાય એવી ને એવીભલે થાય, પણ દ્રવ્યને પહેલા સમયે જે તદ્રુપપણું હતું તે પલટીને બીજા સમયે બીજી પર્યાય સાથે તદ્રુપપણું થયું છે. અહો, પર્યાય-પર્યાય આખા દ્રવ્યને સાથે ને સાથે લક્ષમાં રાખ્યું છે. દ્રવ્યનું આ સ્વરૂપ સમજે તો પર્યાય-પર્યાય દ્રવ્યનું અવલંબન વર્યા જ કરે એટલે દ્રવ્યની દૃષ્ટિમાં નિર્મળ-નિર્મળ પર્યાયોની ધારા ચાલે...એવી અપૂર્વ આ વાત છે.
[૧૮૯]-છૂટવાનો માર્ગ.
પર્યાયપણે ઊપસ્યું કોણ? કે દ્રવ્ય! એટલે પોતાને પોતાના જ્ઞાયકદ્રવ્ય સામે જ જોવાનું રહે છે; બીજો આવીને આનું કાંઈ કરી ધે, કે આ કોઈ બીજાનું કરવા જાય-એ વાત કયાં રહે છે? ભાઈ ! આ વાત સમજીને તું સ્વસમ્મુખ થા....તારા જ્ઞાયકસ્વભાવ સન્મુખ થા. આ સિવાય બીજો કોઈ હિતનો રસ્તો નથી. છૂટવાનો રસ્તો તારામાં જ પડ્યો છે, અંતરના જ્ઞાયકસ્વરૂપને પકડીને તેમાં એક્તા કર તો છૂટવાનો માર્ગ તારા હાથમાં જ છે આ સિવાય બહારના લાખ ઉપાય કર્યો પણ છૂટકારો (મુક્તિનો માર્ગ ) હાથ આવે તેમ નથી.
[૧૯૦] “જ્ઞાયક જ શેયોનો જ્ઞાતા છે.
પોતાના ક્રમબદ્ધપરિણામમાં તદ્રુપ વર્તતું દ્રવ્ય પ્રવાહ ક્રમમાં દોડ્યું જ જાય છે, આયત સામાન્ય એટલે કે દોડતો પ્રવાહું તેમાં તદ્રુપપણે દ્રવ્ય ઊપજે છે. દ્રવ્યના પ્રદેશો બધા એક સાથે (વિસ્તાર સામાન્ય સમુદાય રૂપે) રહેલા છે, ને પર્યાયો એક પછી એક ક્રમબદ્ધ પ્રવાહપણે વર્તે છે. દ્રવ્યના ક્રમબદ્ધ પરિણમનની ધારાને રોકવા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com