________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ શાંતાબેન બલુભાઈ શાહના સ્મરણાર્થે રૂા. ૬૦ હજારની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે. તેમજ તત્ત્વરસિક ભાઈશ્રી તનસુખભાઈ એમ. ઉદાણી તરફથી, સ્વ. શ્રીમતી તારાબેન તનસુખભાઈ ઉદાણી તરફથી રૂા. ૬૦ હજારની દાનરાશિ પ્રાપ્ત થયેલ છે. આ બન્ને દાતાઓ તરફથી પુસ્તક પ્રકાશિત થતાં સંસ્થા તેમનો ખુબ ખુબ આભાર માને છે તેમજ અન્ય મુમુક્ષુઓ તરફથી પણ પુસ્તકના ધ્રુવફંડમાં દાનરાશિનો પ્રવાહ ચાલુ છે. તે સર્વેના આભારી છીએ.
(૯) મુદ્રક
આ પ્રકાશનનું મુદ્રણકાર્ય સુંદર, ત્વરિત અને કાળજીપૂર્વક કરી આપવા બદલ તેમજ મુખપૃષ્ઠ પેજનું સુંદર ટાઈટલ કરી આપવા બદલ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી ધર્મેશભાઈ શાહનો આભાર માનીએ છીએ.
(૧૦) નમ્ર નિવેદન -
આ સંકલનમાં કોઈ પણ પ્રકારે જાણતા કે અજાણતાં અમારાથી ક્ષતિ રહી જવા પામી હોય તો તે બદલ પૂ. ભાઈશ્રી પાસે ક્ષમા યાચીએ છીએ. તેમજ “દ્રવ્યસ્વભાવ પર્યાયસ્વભાવ” પુસ્તકનું સંકલન પૂ. ગુરુદેવશ્રીનાં ચરણોમાં તેમજ પૂ. ભાઈના ચરણોમાં અર્પણ કરતાં હર્ષ અનુભવીએ છીએ.
જગતના સર્વે જીવો ‘દ્રવ્યસ્વભાવ પર્યાય સ્વભાવનું યથાર્થ સ્વરૂપ સમજી, નયાતીત દશાને પ્રાપ્ત કરે તેવી ભાવના સાથે વિરામ
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલ.
“સ્વીટહોમ” જાગનાથ શેરી નં-૬
જીમખાના રોડ, રાજકોટ.
આનું નામ ધગશ ! - આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ હોય છે કે....... શ્રી ગુરુ પાસેથી સ્વભાવ સાંભળતા જ તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય છે. આત્મામાં પરિણમી જાય...“અહો ! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો, એમ ગુરુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય. !
(આત્મધર્મ અંક ૧૫૫ મુખપૃષ્ઠ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com