________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ
પ્રકાશકીય....... કલમે....... !
(૧) પ્રારંભિક મંગલાચરણઃ“અહો! ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિનકુંદ ધ્વનિ આપ્યાં; અહો ! તે ગુરુ કહાનનો.” કળિકાળના સર્વજ્ઞ શ્રીમદ્દ ભગવત કુંદકુંદાચાર્યદવ તેમજ કળિકાળના ગણધર શ્રી અમૃતચંદ્રદેવ જેવા દિગ્ગજ આચાર્યો દ્વારા અધ્યાત્મથી છલોછલ ભરેલા પરમાગમો આપણને પ્રાપ્ત થયા. આ પરમાગમોમાં રહેલાં ગૂઢ રહસ્યોને ઉકેલવાની કે સમજવાની આપણી મંદતર પ્રજ્ઞામાં શક્તિ અને સામર્થ્ય ન હતાં. આવા પંચમકાળના અધ્યાત્મ ઇતિહાસમાં જેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે તેવા મહાપ્રતાપી અધ્યાત્મમૂર્તિ યુગ પુરુષ શ્રી કહાન ગુરુદેવનો આપણને સુયોગ પ્રાપ્ત થયો. અને અધ્યાત્મની ધારા પુનઃપ્રવાહિત થઈ.
જૈન શાસનનું મુખ્ય ધ્યેય જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રતિપાદિત વસ્તુ સ્વભાવ જાણી અને તે અનુસાર શ્રદ્ધા, જ્ઞાન, આચરણ કરવું તે જિનશાસનની તેમજ નિજશાસનની સૌથી મોટી ભક્તિ અને વિનય છે. સમર્થ આચાર્યોએ પણ નયોનું પ્રતિપાદન તેના નિષેધ માટે કર્યું છે. નયોની કાર્યોત્પત્તિમાં અપારમાર્થિકતા હોવાથી તેમજ સમસ્ત નયજ્ઞાન દોષરૂપ હોવાથી તેનો નિષેધ કરવાનું ફરમાન સર્વજ્ઞદેવનું છે. નયજ્ઞાનના વ્યામોથી વશીત થઈ અને સ્વભાવની અવહેલના કરવી તે સૂક્ષ્મ મિથ્યાત્વ છે.
(૨) ચૈતન્યરત્નાકર પૂ. શ્રી કહાનગુરુદેવઃ
“નયપક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે.” શ્રી સમયસારજી શાસ્ત્ર નયપક્ષમાં રોકાવા માટે નથી, પરંતુ સ્વભાવનો અનુભવ કરવા માટે છે. નયજ્ઞાનમાં આવ્યા પછી જીવે પરિભ્રમણમાં અનંતકાળ કાઢયો છે. નયજ્ઞાન દ્વારા વસ્તુ સ્વભાવની સ્પષ્ટતા થવી તે કોઈ અપૂર્વતા નથી. હવે અહીં સુધી આવ્યા પછી પણ જે બુદ્ધિ નયજ્ઞાનમાં રમે છે તેને સ્વભાવ તરફ ઝૂકાવ. વિભાવની ગૌણતા થતાં.. થતાં અવસ્તુ સુધી પહોંચી જાવ ત્યારે આત્મબોધ થાય છે.
આવા પક્ષાતિક્રાંત સ્વરૂપની ચર્ચા કરતા પૂ. ગુરુદેવશ્રી સ્વભાવ વિભોર થઈ જતા અને સ્વભાવમાં ડૂબકી મારતા. પૂ. ગુરુદેવશ્રી સ્વભાવગ્રાહી જ્ઞાનના હિમાયતી હતા. રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગમાં નયજ્ઞાનની નિરર્થકતા બતાવતા; અને કહેતાં કેઃ વસ્તુ પોતાના નિજ ભાવને કદી છોડતી નથી. સુવર્ણ કાદવની મધ્યે હોય કે અગ્નિની મળે, તેનાથી આગળ જતાં તે ઘાટની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com