________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૧
મણિમુક્તા વિખેરી છે તે દિગમ્બર દર્શનની નિર્ભ્રાત ક્ષિતિજ ઉપર શાશ્વત ‘શ્રી' ના રૂપમાં સદા સન્માનિત રહેશે. તેમજ સજગ તત્ત્વસ્નેહીઓને આત્મસાત્ કરાવી દેવામાં સક્ષમ અને પૂર્ણ છે અને રહેશે.
(૨) મંગલાચરણ:
‘મંગલાચરણમાં સ્તુતિરૂપ ઉપાસનાનો ઉદ્દેશ્ય કહે છે કેઃ સ્વસ્વભાવોપતયે હું પોતાની ઉપલબ્ધિ માટે સિદ્ધિની સિદ્ધિને પામેલા સિદ્ધ સમૂહની સ્તુતિ કરું છું. મારી આ ઉપાસના સ્વસ્વભાવની-આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિ માટે છે.
અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે સ્વભાવનો ી અભાવ થઈ શક્તો નથી, તે સા વસ્તુમાં વિધમાન રહે છે; તો પછી એ સ્વભાવની ઉપલબ્ધિ કેવી ? અને તે માટે પ્રયત્ન કેવો ?
એના જવાબમાં હું એટલું જ કહેવા ઇચ્છું છું કે સ્વભાવનો કદી અભાવ થતો નથી, એ બરોબર છે, પરંતુ તેનો તિરોભાવ ( આચ્છાદન ) થાય છે તથા થઈ શકે છે. આત્માનું વૈભાવિક પરિણમન સદાને માટે દૂર કરી તેને તેના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરવો ‘તે જ’ સ્વસ્વભાવોપલબ્ધિ કહેવાય છે. જેને માટે પ્રયત્ન હોવો જરૂરી છે.
(૩) દ્રવ્ય સ્વભાવ તે નયોના નખરાને નાથવાનું હથિયા૨ છેઃ
દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ એ તો જિનેન્દ્રદેવ અને આચાર્ય ભગવંતોનું હૃદય છે. જેમ બોરડીના ટોચના બોર બહુ મીઠા હોય તેમ આ સર્વોચ્ચ કોટિની વાત છે. જેવો સ્વભાવ છે તેવો સ્વીકાર કરતાં ભેદજ્ઞાન આપોઆપ થઈ જાય છે. એનું વજન સ્વભાવ ઉપર જવું જોઇએ. નય અપેક્ષિત હોવાથી નયમાં એકાંત લગાવે તો મિથ્યા થાય છે પરંતુ સ્વભાવ અપેક્ષિત ક્યાં છે? એ તો નિરપેક્ષ છે, તેથી સ્વભાવમાં એકાંત લગાવતાં સમ્યક એકાંત પ્રગટ થાય છે.
(૪) જિનવાણીમાં સ્વભાવ નિધાનનાં વિધાનઃ
૮
૨૮ ‘સ્વમાવેન જ્ઞાયાં ”-“ આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે. ” “ આત્મા સ્વભાવથી જ પ્રત્યક્ષ જ્ઞાતા છે.” *જાણવું અને આત્માને જાણવારૂપે પરિણમવું ” તે શેયનો સ્વભાવ છે. “પ્રમત્ત અપ્રમત્તથી રહિત નિત્ય ઉદ્યોત રૂપ જ્ઞાયક સ્વભાવ, અનાદિ અનંત સત્તારૂપ છે.”
૧. -યોગાસાર પ્રભૃત અમિતગતિ આ. નું મંગલાચરણ.
૩ -પ્ર. સાર ગાથા-૧૭૨
૨- પ્ર. સાર ગાથા-૨૦૦
૪-સ. સાર ગાથા -૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com