________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૯ મલશે નહીં એવી તો છાપ. ભલે તેઓને ઓથે ઓથે એ સમજે કાંઈ નહીં; પણ એને ય એટલો ધર્મનો પક્ષ છે ને! એ અપેક્ષાએ વાત કરું છું. તે સાચા હતા કે નહીં એ મારો કહેવાનો આશય નથી.
એટલે કહેવાનો મારો આશય એ છે કે દશ દિવસ પણ નિવૃત્તિ ન મળે! અહાહા! અરે! ચોવીસ કલાક ન મળે તો કલાક તો નિવૃત્તિ કાઢવી જોઈએ કે નહીં? એવા ઘણાય જામનગરમાં પ્રવૃત્તિવાળા છે છતાંય આવે છે; એમાં શું? આત્માની વાત છે ને? બાર મહિને દશ દિવસ પણ આવે નહીં. મહિને મહિને દશ દિવસ આવે તો તો કહે કે આ તો મહિને-મહિને આવે છે. આ મહિને નહીં જઈએ તો આવતા મહિને જઈશું. મહિને-મહિને નથી આવતા દશ દિવસ. અત્યારે મીઠાશથી કહી દેવાય બધુંય, હિતને માટે છે ને?
જાણનારો જણાય છે......” પાછું આવી ગયું. એ જ આવે ને! ઈ. જ આવે છે. બીજું કાંઈ આવવાનું નથી. બીજું બધું ગયું હવે. જાણનારો જણાય છે એમાં અનુભવ થાય છે. ભાઈ ! સાધારણ વાક્ય નથી. “ જાણનારો જણાય છે એમાં તો સમ્યગ્દર્શન જ્ઞાન થઈ જાય છે. એટલું બધું સહેલું છે? કે: ભાઈ ! સ્વભાવ સહેલો હોય, વિભાવ અઘરો હોય. પાણી ઉપર ચડાવવું હોય તો મશીન જોઈએ, ને પાણીને આમ નીચે ઢાળવાળા માર્ગે નાખવું હોય તો, એની મેળે ઢળી જાય. સ્વભાવ સહેલો હોય, વિભાવ અઘરો છે.
જાણનારો જણાય છે.” સાધુ પોકાર કરીને કહે છે, સંતો પોકાર કરે છે, ગુરુદેવ કહી ગયા છે કે: તને સમયે સમયે જાણનારો જણાય છે. ૧૭મી ને ૧૮ મી ગાથામાં એમ કહે છે કે બાળ-ગોપાળ સહુને જાણનારો જણાય છે. અનુભવમાં આવે છે એટલે કે જાણનારો જણાય છે. આ તો સમયસારનું કથન છે. જણાશે એમ નથી, જણાઈ રહ્યો છે, તો બીજું નહીં જણાય.
જુઓ આ સમયસાર છઠ્ઠી ગાથાનો ચમત્કાર આવ્યો હોં! મારું કામ એને જાણવાનું નથી. ઇન્દ્રિયજ્ઞાન એને જાણશે પણ હું તો જાણનારને જાણું છું બસ. એ કુંદકુંદની વાણી વાંઝણી ન જાય. બે હજાર વર્ષ પહેલાં લખ્યું છે. કુંદકુંદની વાણી છૂટે અને કોઈ ન સમજે એમ બને નહીં. ઓછા વધતું બધા સમજે સમજે ને સમજે.
આ ખીમચંદભાઈ; આ... રસીકભાઈના આ દીકરા છે, એમ એને ઇન્દ્રિયજ્ઞાન જાણે; હું એને જાણતો નથી. કેમકે ઇન્દ્રિયજ્ઞાન મારું નથી. આ નવ તત્ત્વ જણાય કે નહીં?
ના.” તો કોણ એને જાણશે? ઇન્દ્રિયજ્ઞાન. તો પછી ઇન્દ્રિયજ્ઞાન એને જાણશે, તો હું એને જાણતો નથી. મને તો જાણનારો જણાય છે. તો આ પુત્ર મારો એવી મમતા છૂટી જશે. મમતાનો અભાવ થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com