________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૬ જશે. બન્નેના સ્વભાવથી જોતાં એક અનુભવ થાય. નયાતીત થવાની આ વિધિ છે, નયોના વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ આત્માનો અનુભવ થવાની આમાં વિધિનો પ્રકાર છે.
“જાણનારો જણાય છે.' આહાહા ! કોલાહલ બંધ કરો હવે. નયોના વિકલ્પના કોલાહલ બંધ કરો. જો આનંદનો સ્વાદ લેવો હોય તો? આહા! “જાણનારો જ જણાય છે” વર્તમાનમાં અને “ જાણનારો જણાયા જ કરે છે. કોઈ કળે જ્ઞાન જાણવાનું છોડતું જ નથી.
સ્વ પ્રશ્ન - તો પછી કેમ અનુભવ થતો નથી? કે તને એવો ક્યાં વિશ્વાસ આવે છે કે જાણનારો જણાય છે. હું તો આને જાણું છું, તારી દષ્ટિ વિપરીત છે. નિમિત્તાધીન દષ્ટિ છે. નિમિત્તના લક્ષે જાણનારો ન જણાય. ત્રિકાળી ઉપાદાનના લક્ષે જાણનાર જણાય, જણાય ને જણાય. આહ ! લક્ષ ફેરવી નાખને તું. આ જણાય છે. આ જણાય છે, રહેવા દે ને!
જાણનારો જણાય છે.” અર્થાત્ જણાયા જ કરે છે. જાણે છે ને જણાય છે, જાણે છે ને જણાય છે; એ ફંકશન ચાલુ છે, અનાદિનું. આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. બોલો. આ શાસ્ત્રનો આધાર, જણાયા જ કરે છે “જાણે છે” ને એ જ્ઞાનપ્રધાન કથન છે. અને “આત્મા જણાયા જ કરે છે” એ જ્ઞય પ્રધાન કથન છે. જાણે છે તે જ્ઞાન અને જણાય છે તે જ્ઞય. જાણે એ આત્મા અને જણાય પણ આત્મા. જાણે જ્ઞાન અને જણાય દુકાન ! કેમકે એ જ્ઞય તો છે ને !
એ જ્ઞાન પણ પોતે, શેય પણ પોતે ને જ્ઞાતાપણ પોતે એવા ત્રણ ભેદ કરો તો છે, અને ભેદ ન કરો તો અભેદ એક વસ્તુ છે. આબાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા જણાયા જ કરે છે. પ્રયત્ન વિના હોં! કંઈ પુરુષાર્થ ન કરવો પડે અને જણાયા જ કરે છે.
જાણે છે ને જણાય છે” એવા સ્વભાવનો સ્વીકાર કરવો એનું નામ પુરુષાર્થ છે. કોઈ નવું કરવાનું નથી. એ... જ્ઞાનેય ઉત્પન્ન કરવું નથી. જ્ઞાન તો ઉત્પન્ન થઈ જ રહ્યું છે. અને આત્માને જાણવાનોય નથી જણાયા જ કરે છે. સ્વીકાર કરે એટલી વાર છે.
સ્વભાવનો સ્વીકાર એનું નામ અનંતો પુરુષાર્થ છે. પુરુષાર્થ તો છે પણ અનંતો પુરુષાર્થ છે. કઈ નયથી જણાયા કરે છે? આત્મા નયથી જણાય ને! નય વિના કેવી રીતે જણાય? અરે! એ તો સ્વભાવથી જ જણાયા કરે છે સાંભળ તો ખરો. આ ૧૭ મી ૧૮ મી ગાથા છે ને તે બહુ ઊંચા પ્રકારની છે. એમાં આવે છે કે જ્યારે સ્વભાવની સન્મુખ થાય છે, અને અનુભવ થાય છે ત્યારે નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે. નયોની લક્ષ્મી અર્થાત્ સ્વભાવને જાણનારી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com