________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭
મૌખિક હતી. પરીક્ષાનો કાળ હતો. અંદરમાં દ્વન્દ્વ ચાલતું હતું. ગુરુપદે કોને સ્વીકારવા! ! જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ; જેવું બિંબ તેવું પ્રતિબિંબ; એ ન્યાયે તેઓશ્રી નિષ્પક્ષ અને સ્વસ્થતાપૂર્વક વિચા૨ ક૨વા માટે જિનવાણીના સાથમાં અને ગિરનારજીની ગોદમાં પહોંચી ગયા, પારાવાર મંથન ચાલ્યું! કે બન્નેમાંથી ગુરુ તરીકે કોને સ્વીકારવા ? ત્યાં આઠ દિવસ રહ્યા. સમયસારજીનું ઊંડાણથી અધ્યયન કર્યું. અંદરથી નિઃશંક પ્રતીતિ થઈ કે: કાનજી સ્વામી જે કહે છે તે પરમ સત્ય છે.” આમ ઓજસકારી અભિવ્યક્તિ થતાં નિઃશલ્ય થયા અને દિગમ્બર સાધુનો મોહ વિસર્જિત કરી, કહાનગુરુનાં પાદ પ્રક્ષાલનથી ધવલિત બન્યા.
(૧૭) ટૂંક સમયમાં ટોચનાં વિદ્વાન થયાં:
જેમ ચંદ્ર છૂપે નહિ, સૂરજ છૂપે નહીં; તેમ સંસારનાં ભવ બંધનોને કટકટ કાપવા રણે ચડયો શૂરવી૨ છૂપે નહીં. યુવાનીમાં જ ધર્મનો રંગ રોમ રોમમાંથી પ્રસ્ફુટિત થતો હતો. સંસારના દુ:ખોથી ભયભીત, તીક્ષ્ણ પ્રજ્ઞાવંત, મોક્ષાભિલાષી, ગુણ પ્રમોદી, કષાયની ઉપશાંતતા, પ્રાણીદયા વગેરે અનેક સદ્દગુણો જોવા મળતા. પૂ. ગુરુદેવશ્રીને ધારાવાહિક અણીશુદ્ધ સંવત ૨૦૧૦ ની સાલમાં અપનાવ્યા. પૂ. ગુરુદેવશ્રીના પરિચય પછી અલ્પ સમયમાં ૨૦૧૩માં પૂ. ગુરુદેવશ્રીએ આજ્ઞા કરી કે “લાલભાઈ તમારે વાંચવાનું છે પૂ. ભાઈશ્રીએ સવિનય જણાવ્યું કે “સાહેબ! મને આપનો પરિચય થયે માત્ર થોડો જ સમય થયો છે, અને મારે આપના સાંનિધ્યની જરૂર છે.” ત્યારે લોખંડી પુરુષ રામજી બાપુજીએ કહ્યું “ કાળ ગૌણ છે” પછી ગુરુદેવશ્રીએ આજ્ઞા કરી કે “તમે જાહેર વાંચન કરો, તમને અંદરમાંથી નવા નવા ન્યાય આવશે.” આમ ગુરુદેવશ્રીની ભાવના અને સકળસંઘની લાગણી હોવાથી રાજકોટ જિનમંદિરમાં જિનવાંચન શરૂ કર્યું. ત્યારે પૂ. ભાઈશ્રીની ઉંમર લગભગ ૪૪ વર્ષની હતી. વર્ષો સુધી રાજકોટ જિન મંદિરમાં પ્રવચન કર્યા. આમ રાજકોટ સંઘ ઉપર તેઓશ્રીનો અપાર ઉપકાર છે. હવે ‘ધર્મ યોગક્ષેમં’ નું કાર્ય તો તેમનું જીવન જ બની ગયું. શુદ્ધાત્માનાં સ્વરૂપને આગમથી, પૂર્વાચાર્યોને અગ્ર રાખી અને પૂ. ગુરુદેવશ્રીની સાખથી અધ્યાત્મરસિકતાનો પ્રવાહ શરૂ થયો. અનેકાન્તમયી અમૃત સરિતાનું પાન કરવા માટે, નિજ વૈભવની પ્રાપ્તિ માટે નિજમાં ખોવાઈ જઈ અને સ્વભાવને સમર્પિત થઈ ગયા.
(૧૮) શ્રી ગિરનારજીમાં પથ્થરચટ્ટી ઉપર એકાંતમાં આત્મમંથન
રાજકોટથી નિકટ તીર્થક્ષેત્ર શ્રી ગિરનારજી ઉપર તેઓશ્રી અવાર નવાર જતા. એક વખત સમયસારના આખા કર્તા-કર્મ અધિકારનો સ્વાધ્યાય સ્વતંત્રપણે કર્યો. ત્યારે આખા કર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com