________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૧૫૦ થતાં જ્ઞાનનો કર્તા એમ આખા પ્રમાણની સિદ્ધિ કરવા માટે બે નયોના પ્રયોગથી એ સમજાવે છે.
બાકી તો ઘણાય પ્રકારો એવા આવે કે તે મતાર્થીને સમજાવવા માટે હોય. હવે તેનું ખંડન કરવા માટે પણ નયના પ્રયોગની જરૂર પડે. જેમકે સાંખ્યમત કહે છે કે આત્મા પરિણામનો કર્તા નથી. તે સર્વથા અપરિણામી તથા અકારક અને અવેદક છે. સાંખ્યમતીને તો મિથ્યાત્વની અવસ્થા થઈ ગઈ. કેમકે બંધ-મોક્ષની સિદ્ધિ જ ન થાય. નવ તત્ત્વની સિદ્ધિ જ ન થાય. તો જ્ઞાન જ ખોટું પડી ગયું. માટે મતાર્થી માટે એમ કહેવાય કે નિશ્ચયનયે આત્મા અકર્તા છે, પણ વ્યવહારનય કર્તા છે. વ્યવહારનવે ભદજ્ઞાનનો અભાવ હોઈ, અજ્ઞાન દશા હોય, ત્યાં સુધી એ રાગનો કર્તા છે એમ સંમત કરવું.
રાગનો કર્તા છે એ આત્મા છે એમ કહેવું નથી. પણ પર્યાયમાં રાગ થાય છે, માટે પર્યાય રાગને કરે છે એમ સંમત કરવું. પણ ટૂંકાણમાં તો એમ કહે કે આત્મા વ્યવહારનય કર્તા છે. કેમકે એ તો સર્વથા અકર્તામાં ચાલ્યા ગયા હતા, સર્વથા અપરિણામમાં ચાલ્યા જાય છે. અને કાં એને કર્તા સિદ્ધ કરવું હોય તો પોતાના દોષથી રાગ થાય છે, કર્મ કરાવે છે, આત્મા કરતો નથી. આમ ઘણા પ્રકારની ગરબડ થતી હોય તો મતાર્થીનું ખંડન કરવા માટે નયના પ્રયોગથી ખંડન કરી નાખે છે. આ તો જૈનમતમાં આવી ગયો અને જૈનમતમાં આવ્યા પછી બે નયથી જેમ છે એમ વિચારે છે એટલે અજૈનપણું ન આવ્યું.
-જૈનમાં આવી ગયો અને જૈનમાં જ બે નય છે. અન્ય મતમાં નય નથી, તેથી જૈનમાં નયના પ્રયોગથી સમજાવ્યો. જૈનમાં જ નય છે, અન્ય મતમાં તો નય નથી. હવે
જ્યાં નયના પ્રયોગથી સમજાવ્યો, તો નયને જ વળગી ગયો એ પણ ખોટું છે. જો. પ્રથમથી જ છોડી દે તો પણ ખોટું અને અભ્યાસ કર્યા પછી નયને પકડી રાખે તોય અનુભવ ન થાય.
શાસ્ત્રના અર્થ કરવાની પાંચ પ્રકારે પદ્ધતિ છે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એમ પાંચ પ્રકારે શબ્દનો અર્થ કરવો. જયાર્થથી સમજવું એ મતાર્થી માટે છે. હવે કોઈની દવા કોઈ પી જાય તો શું થાય? મરી જાય. દવા તો સાંખ્યમત માટે આપી છે.
આ વખતે ગુરુ પ્રસાદમાં આવ્યું, મતાર્થી એમ કહે છે કે આત્મા રાગનો કર્તા નથી. જોઈ લ્યો આ કળશ એમ કરીને આધાર આપ્યો. તો તે કળશ તો સાંખ્યમતની સામે છે. સાંખ્યમત સર્વથા અકર્તામાં ચાલ્યો ગયો છે. અજ્ઞાની વિશેષ અપેક્ષાએ રાગનો કર્તા હોવા છતાં એને ઉડાડે છે. જે કોઈ જીવ રાગનો કર્તા નથી. કોઈ જીવ અબ્રહ્મચારી નથી, બધા જીવ બ્રહ્મચારી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com