________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૭૧ જાણપણું એમાં સારું થયું. એમાં જાણવાનો નિષેધ ક્યાંથી આવે? પર્યાયનો આવો સ્વભાવ છે એમ જાણ્યું. એમ જણાયું એમાં નિષેધ ક્યાં આવ્યો?
આવો છે પર્યાય સ્વભાવ! અજ્ઞાન દશા, સાધક દશા ને સિદ્ધ દશા. ત્રણ દશા લખી. બહિરાત્મા, અંતરાત્મા, અને પરમાત્મા. પર્યાયના આવા સ્વભાવને જાણવાનો નિષેધ નથી પણ એમાં હુંપણાનો નિષેધ છે. હું તો જ્ઞાયક છું. સ્વભાવથી જ અકારક ને અવેદક છું. હુંપણું અહીં આવ્યું તો, દ્રવ્ય સ્વભાવને જાણતાં જાણતાં, પર્યાયના કર્તાભોક્તાધર્મો જેમ છે એમ જણાય જાય છે. આહાહા ! જાણે છે એમ નહીં પણ જણાઈ જાય છે. ( જણાય જાય છે.) જણાય જાય છે એમાં ઈ.. પર્યાય ઉપર લક્ષ નથી. દ્રવ્ય ઉપર લક્ષ છૂટે નહીં અને પર્યાય જણાયા કરે. (બરાબર.)
હું તો જ્ઞાયક છું, સ્વભાવથી જ અકારક અને અવેદક છું. હુંપણું અહીં (દ્રવ્યસ્વભાવમાં) આવ્યું તો, દ્રવ્યસ્વભાવને જાણતાં જાણતાં પર્યાયના કર્તાભોક્તાધર્મો જેમ છે એમ જણાઈ જાય છે. આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા નથી. એ તો પર્યાય સ્વભાવ જ છે. કર્તા ભોક્તા ધર્મો પર્યાયમાં સ્વભાવથી જ છે. ધર્મી તો માત્ર પર્યાયના ધર્મોને જાણે છે. વ્યવહારનયે પણ હું કર્તા ભોક્તા નથી. હુંપણું ક્યાંથી આવે એમાં. એટલા આ ઉપચારનો નિષેધ. તમે હમણાં કહ્યું ને?
( વ્યવહારથી કર્તા ભોક્તા છે આવે છે ને?) ઈ..... ઉપચાર છે, એનો નિષેધ કરે તો અજ્ઞાન ટળી જાય. (હું કરું છું ને હું ભોગવું છું નીકળી જાય.) અને કર્તા ભોક્તાનું જ્ઞાન થઈ જાય. (ધર્મોનું જ્ઞાન થઈ જાય.) ધર્મોનું જ્ઞાન થાય. ધર્મો એટલે એનો સ્વભાવ. (હા. પર્યાય સ્વભાવ.)
આત્મા વ્યવહારથી કર્તા ભોક્તા છે એમ ન લેવું. આત્મા વ્યવહારનયે કર્તા ભોક્તા છે એમ ન લે. અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે છે એમ પણ ન લે! પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે એમ જાણ. આહ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય. બહુ ઊંડાણનું આમાં આવ્યું છે હો! ! આત્મા વ્યવહાર નયે કર્તા ભોક્તા છે એમ ન લે. અને પર્યાયનો કર્તા પર્યાય નિશ્ચયનયે એમ પણ ન લે! એમ. પર્યાય સ્વભાવથી જ ક્રિયાવંત છે એમ જાણ ! કોઈ જ નયપક્ષ ઊભો નહીં થાય. વિકલ્પ ઉત્પન્ન નહીં થાય. જો વ્યવહારનય અને નિશ્ચયનય લગાડીશ તો બેય વિકલ્પ ઊભા થાય. (નય વિકલ્પ ઉભા થશે.) નય વિકલ્પ ઊભા થશે. સ્વભાવથી જોતાં નય વિકલ્પ નહીં ઊભા થાય.
તમે હમણાં બોલ્યા 'તા ને? નિર્વિકલ્પ થઈ જાય. એમ બોલ્યા” તા ને? એવી ચીજ છે. (પર્યાય સ્વભાવને જાણે તો નિર્વિકલ્પ થઈ જાય?) હા. પર્યાય સ્વભાવને જાણે તો નિર્વિકલ્પ થઈ જાય. કેમકે કર્તબુદ્ધિ જાય ને? અને કર્તાનો ઉપચાર પણ જાય ને? (જાય, જાય, બસ. બધા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com