________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બંધના ચાર પ્રકાર અને તેનાં કારણો]
| [ ૮૯ ચોક્કસ વખત સુધી ન છૂટવો તે સ્થિતિબંધ છે.
૩. અનુભાગ:- બકરી, ગાય અને ભેંસ વગેરેના દૂધમાં ચીકાશ ઓછી, સાધારણ અને વિશેષ માલૂમ પડે છે, તેવી રીતે કર્મયુગલોની શક્તિવિશેષને અનુભાગ અથવા અનુભાગબંધ કહે છે, એટલે કે કર્મકલશશક્તિને અનુભાગ કહે છે.
૪. પ્રદેશ- બંધાયેલાં કર્મપરમાણુઓનું આત્માના પ્રદેશો સાથે એકક્ષેત્ર અવગાહીને રહેવું. અથવા કર્મોના પરમાણુઓની સંખ્યાને પ્રદેશબંધ કહે છે.
ભાવાર્થ- ૧. પ્રદેશ-પ્રકૃતિબંધ- યોગના નિમિત્તથી કર્મનું આગમન થાય છે. માટે યોગ છે તે આસ્રવ છે એમ કહ્યું છે. એ યોગ દ્વારા ગ્રહણ થયેલાં કર્મપરમાણુઓનું નામ પ્રદેશ છે. તેઓનો બંધ થયો અને તેમાં મૂળ–ઉત્તર પ્રવૃતિઓનો વિભાગ થયો તેથી યોગના નિમિત્તે પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થયા છે એમ સમજવું.
૨. સ્થિતિ-અનુભાગબંધ- વળી મિથ્યાત્વ ક્રોધાદિરૂપ ભાવ થાય છે, તે સર્વનું સામાન્યપણે “કષાય” એ નામ છે. તેનાથી કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધાય છે તથા અનુભાગ શક્તિના ભેદો થાય છે. એ રીતે કષાયોના નિમિતે સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે એમ જાણવું.
તાત્પર્ય - અહીં એમ સમજવું કે નવા બંધમાં મોહ-રાગ-દ્વેષ ભાવની જ મુખ્યતા છે રાગાદિ ભાવોનો અભાવ હોતાં દ્રવ્યમિથ્યાત્વ,
૧. મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર ૨, પૃ. ૩૧. ૨. પંચાસ્તિકાય ગા. ૧૪૮ પૃ. ૨૧૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com