________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૧
ભાવાગ્નવોનાં નામ અને તેના ભેદ]
૫. પ્રમાદની વ્યાખ્યા:- અભ્યતરમાં નિપ્રમાદ શુદ્ધાત્માની અનુભૂતિથી ચલનરૂપ, બહિર્વિષયમાં મૂળ ઉત્તરગુણ મલજનકભાવ-તે પ્રમાદ છે.
૬. યોગ:- કર્માક્સવના હેતુભૂત આત્માના પ્રદેશોનું પરિસ્પદ તે યોગ છે.
૭. ક્રોધાદિ કષાય- જે પરમ ઉપશમરૂપ નિજપરમાત્માસ્વરૂપ છે તેમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર તથા બાહ્ય વિષયમાં પર પ્રત્યે ક્રૂરતા આદિ આવેશરૂપ જે ક્રોધાદિ છે તે કષાય છે. (તેના પેટા ભેદો માટે કોઠો જુઓ).
૮. જૈનધર્મની આમ્નાયઃ- જૈનધર્મમાં તો એવી આમ્નાય છે કે પહેલાં મોટું પાપ છોડાવી, પછી નાનું પાપ છોડાવવામાં આવે છે. તેથી એ મિથ્યાત્વને સાત વ્યસનાદિથી પણ મહાન પાપ જાણી પહેલાં છોડાવ્યું છે. એ મિથ્યાત્વ શત્રુનો અંશ પણ બૂરો છે, માટે જે પાપના ફળથી ડરતો હોય તથા પોતાના આત્માને દુ:ખસમુદ્રમાં ડૂબાવવા ન ઇચ્છતો હોય તે જીવ આ મિથ્યાત્વ પાપને અવશ્ય છોડો.
૯. મિથ્યાત્વાદિ સંબંધી થતી ભૂલો
(૧) અન્ય દેવાદિ સેવનરૂપ ગૃહીત મિથ્યાત્વને તો જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે.
(૨) બાહ્યત્ર-સ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે તથા
* મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૬. પા. ૧૫૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com