________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
અધિકાર બીજો
[દ્રવ્ય-સંગ્રહ
*આસ્રવ વગેરે પદાર્થોનું વર્ણન
आसवबंधणसंवरणिज्जुरेक्खा सपुण्णापावा जे । जीवाजीवविसेसा तेवि समासेणम पभणामो ।। २८ ।।
आस्रवबंधनसंवरनिर्जरमोक्षाः सपुण्यपापा: ये । जीवाजिवविशेषाः तान् अपि समासेन प्रभणामः ।। २८ ।।
અન્વયાર્થ:- (૧) જે (આમ્રવબંધનસંવનિર્ઝરોક્ષા:) આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ (સપુખ્યપાપ:) પુણ્ય અને પાપ સહિત સાત તત્ત્વ છે તે ( નીવાનીવિશેષા:) જીવ અને અજીવ દ્રવ્યના ભેદ છે (તાન અપિ) તેઓને પણ (સમાસેન ) સંક્ષેપથી ( પ્રમગામ:) અમે કહીએ છીએ.
ભાવાર્થ:- ૧. સાતતત્ત્વોનાં નામો:- જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વ છે.
* જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વો છે; આમાં પુણ્ય અને પાપ મેળવવાથી નવ પદાર્થ કહેવામાં આવે છે. મોક્ષમાર્ગમાં આ નવ પદાર્થ અવશ્ય જાણવા યોગ્ય છે. આસવ વગેરેમાં જીવ અને અજીવ એટલે કે આત્મા અને કર્મ બંનેનો સંબંધ છે. કર્મરહિત આત્મા શુદ્ધ એટલે કે મુક્ત કહેવાય છે. જીવ અને અજીવમાં છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનો સમાવેશ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com