SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ ] [ દ્રવ્ય-સંગ્રહું (તં) તેને (૨વ7) ખરેખર (સર્વોપુસ્થાનવાનાર્દમ) સર્વ અણુઓને સ્થાન દેવા યોગ્ય (પ્રવેશ) પ્રદેશ (નાનાદિ ) જાણવો. ભાવાર્થ- આકાશના જેટલા ક્ષેત્રમાં પુદ્ગલનો સૌથી નાનો ટુકડો આવી જાય તેટલાં ક્ષેત્રને પ્રદેશ કહે છે. આ પ્રદેશમાં ધર્મ અને અધર્મ દ્રવ્યનો પ્રદેશ, કાલાણુ અને પુદગલના અનેક અણુ લોઢાની અંદર આગની માફક સમાઈ શકે છે. આ કારણથી પ્રદેશને બધાં દ્રવ્યના અણુઓને સ્થાન દેવા યોગ્ય કહેલ છે. નાનામાં નાનો અણુ, જેના વિભાગ ન થઈ શકે તેને પરમાણુ કહે છે. ર૭. અજીવાધિકાર સંપૂર્ણ પ્રથમ અધિકાર સમાસ પહેલા અધિકારનો સારાંશ આ અધિકારનો સાર એ છે કે (૧) જીવનો મોહ (રાગ-દ્વેષ, પુણ્ય- પાપ) સાથે એકપણાની બુદ્ધિ છે; તે છોડી દઈને પોતાના આત્માનો અનુભવ કરવો. મારું આત્માસ્વરૂપ સર્વત: નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. માટે આ મોહ મારો કાંઈ પણ લાગતા વળગતો નથી. અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજ:પુંજનો નિધિ છું. એમ નક્કી કરી પોતાથી જ પોતાના એક આત્માસ્વરૂપનો અનુભવ કરવો. ૧. સમયસાર કળશ ૩૦, પૃ. ૮૦. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy