________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[દ્રવ્ય-સંગ્રહ
શરીરથી (િિવહૂના: ) કાંઈક ન્યૂન (લોહાપ્રસ્થિતા:) ત્રણ લોકના અગ્રભાગે સ્થિત, (નિત્યા:) ધ્રુવ અવિનાશી, ઉત્પાવવ્યયામ્યાં) ઉત્પાદ અને વ્યયથી (સંયુત્તા: ) સહિત જીવ (સિદ્ધા:) સિદ્ધ છે.
ભાવાર્થ:- (૧) સિદ્ધ ભગવાનને પ્રગટ થયેલા આઠ ગુણો (પર્યાયો ):- ખરેખર (નિશ્ચયથી ) સિદ્ધ ભગવાનોને આઠ ગુણો જ નહિ પણ અનંત ગુણો (પરિપૂર્ણ શુદ્ધ પર્યાયો) પ્રગટ થઈ ગયા છે. પણ આઠ ગુણોનું વર્ણન મધ્યમ રુચિવાળા શિષ્યોની અપેક્ષાએ (વ્યવહારનયથી ) કહ્યું છે.
૨. સંક્ષેપરુચિ શિષ્યો પ્રત્યે:- (૧) અભેદનયે અનંતજ્ઞાનાદિ ચતુષ્ટય, (૨) અનંતજ્ઞાન-દર્શન-સુખત્રય, (૩) કેવળજ્ઞાન-દર્શન બે, (૪) સાક્ષાત્ અભેદનય-શુદ્ધચૈતન્ય જ એક ગુણ-એમ સંક્ષેપરુચિ શિષ્યોની અપેક્ષાએ ટૂંકમાં કહેવામાં આવે છે.
૩. મધ્યમરુચિ શિષ્યો પ્રત્યે‘:- (૧) સમ્યક્ત્વાદિ આઠ ગુણો મધ્યમરુચિ શિષ્યોની અપેક્ષાએ કહેવામાં આવે છે. વિશેષ ભેદ નયે(૧) નિર્ગતિત્ત્વ, (૨) નિરિન્દ્રિયત્વ, (૩) નિષ્કાયત્વ, (૪) નિગત્વ, (૫) નિવૈદત્વ, (૬) નિષ્કષાયત્વ, (૭) નિર્નામત્વ, (૮) નિર્ગોત્રત્વ, ( ૯ ) નિરાયુત્વ-ઈત્યાદિ વિશેષ ગુણો તેમજ (૧) અસ્તિત્વ, (૨) વસ્તુત્વ (૩) પ્રમેયત્વાદિ સામાન્ય ગુણો–એમ સ્વાગમથી અવિરોધ અનંત ગુણો જાણવા.
૧. પં. હીરાલાલજી ટીકા. વ્યસંગ્રહ, પૃ. ૪૯.
૨. બૃ. દ્રવ્યસંગ્રહ, પૃ. ૩૮; પ્રવચનસાર ગા. ૧૧૭, પૃ. ૧૬૭માં શ્રી જયસેનાચાર્યે નિર્નામ તથા નિર્ગોત્ર કહ્યા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com