________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮]
[દ્રવ્ય-સંગ્રહ બતાવે છે. તેનો વિષય અને વ્યવહારનયનો વિષય પરસ્પર (ભાવો વિરોધી છે. તોપણ સાથે રહેવામાં વિરોધ નથી એવું વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ છે. બન્ને નયના યથાર્થ જ્ઞાનને સમ્યકશ્રુતપ્રમાણ કહે છે.
તાત્પર્ય- (૧) છદ્મસ્થને કેવળજ્ઞાન-દર્શનોપયોગ હોતો નથી અને પર્યાયના આશ્રયે રાગીને રાગ ઉત્પન્ન થાય છે, વળી પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, ત્રિકાળી દ્રવ્યમાંથી આવે છે, માટે શુદ્ધનયના વિષયભૂત એવા પોતાના ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરી પ્રથમ અજ્ઞાન ટાળવું અને પછી સ્વાશ્રયની વૃદ્ધિ કરી કેવળજ્ઞાન પ્રગટ કરવું એ આ ગાથાનો આશય છે.
(૨) ઉપયોગના ભેદો જ્ઞાનસ્વભાવભૂત એક પદને ભેદતા નથી, પણ તેઓ જીવ પોતે જે એક પદ છે તેને અભિનંદે છે. તે એક પદના આશ્રયે જીવ ધર્મની શરૂઆત કરી નિર્વાણ પામે છે. ગાથા ૪-૫માં જણાવેલ તાત્પર્ય આ ગાથાને પણ લાગુ પડે છે. ૬.
૧. કેવળજ્ઞાન-દર્શનોપયોગ અનુરિત સદ્દભૂતવ્યવહારે છે. જ્ઞાન-દર્શનઅશુદ્ધસદ્દભૂત
અર્થાત્ ઉપચરિત સદભૂતવ્યવહારે છે. કુમતિ-કુશ્રુત અને વિભંગ એ ત્રણ
ઉપચરિત અસદ્દભૂતવ્યવહારે છે. જુઓ, ભૃ. દ્રવ્યસંગ્રહ ગા. ૬, પૃ. ૧૬. ૨. સમયસાર ગા. ૨૦૩ ટીકા, પૃ. ૩૨૮ બીજી આવૃત્તિ. (પરમાત્મપ્રકાશ ગા. ૧૦૫,
પૃ. ૧૦૯ માં શ્રી સમયસારની ગા. ૨૦૪ આધારરૂપે લીધી છે. પરમાત્મપ્રકાશ ગા. ૧૦૭ પૃ. ૧૧૦માં કહ્યું છે-કે મતિજ્ઞાનાદિ પાંચ વિકલ્પરહિત જે “પરમપદ' તે સાક્ષાત્ મોક્ષકારણ છે.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com