________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્રવ્યના નવ અધિકાર]
[૯ આશ્રયે જ ધર્મની શરૂઆત-તેનું ટકવું તેની વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે.* (૧૧) માટે નયોનું સ્વરૂપ આ શાસ્ત્રની જુદી જુદી ગાથાઓમાં આપ્યું
છે તે બરાબર સમજવાની જરૂર છે. (૧૨) આ બન્ને પ્રકારનાં ભેદજ્ઞાન ત્યારે થયાં કહેવાય કે જ્યારે જીવ
પોતાના ધ્રુવસ્વભાવનો આશ્રય કરી ધર્મ પ્રગટ કરે. આ પ્રમાણે અપૂર્વ ધર્મ જીવને પોતાને આશ્રયે પ્રગટે છે, તે વખતે શ્રદ્ધાગુણની જે પર્યાય પ્રગટે છે તેને સમ્મદર્શન કહે છે અને જ્ઞાનગુણની જે શુદ્ધપર્યાય પ્રગટે છે તેને ભાવશ્રુત જ્ઞાન અથવા સમ્યજ્ઞાન કહે છે. એ ભાવશ્રુતજ્ઞાન અવયવી છે અને સમ્યકુનયો તેના અવયવો અર્થાત્
અંશો છે. (૧૩) “વ્યવહારનય” નું જ્ઞાન કરાવવાનું પ્રયોજન એ છે કે જેને સિહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે, તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચરિત નિરૂપણ દ્વારા વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે; તે હેતુથી તેને પરમાર્થનો (નિશ્ચયનયનો) પ્રતિપાદક ગણી સ્થાપન કરવામાં આવે છે.
* જુઓ, શ્રી સમયસાર - રાજચંદ્ર ગ્રંથમાળા, જયસેનાચાર્ય ટીકા. ગા. ૫૭,
પૃ. ૧૦૧, ગા. ૧૦૨, પૃ. ૧૬૭, ગા. ૧૧૩થી ૧૧૫ પૃ. ૧૭૯, ગા. ૧૩૭-૩૮, પૃ. ૧૯૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com