________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[ ૧૩૯
શ્રદ્ધાનું પ્રયોજન પોતાની પર્યાય પોતાના જીવસામાન્ય સન્મુખી કરવી તે છે. કેમકે તેના આશ્રયે સંવ-નિર્જરા ને મોક્ષપર્યાય પ્રગટે છે.
(૨) જો એ ચારમાંથી કોઈ પણ એકની, બેની કે ત્રણની શ્રદ્ધા હોય અને બાકીનાની ન હોય તો તેને એકની સાચી શ્રદ્ધા નથી-એમ સમજવું.
(૩) દેવ, ગુરુ અને ધર્મ અથવા આપ્ત, આગમ અને ગુરુની શ્રદ્ધા-એ બન્ને કથનમાં ફેર નથી, બન્ને એક જ છે.
નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા ગુણસ્થાનની સિદ્ધ અવસ્થા સુધીના સર્વે સમ્યગ્દષ્ટિને હોય જ છે.
શ્રી રત્નકરણ્ડ શ્રાવકાચાર શાસ્ત્રની ગા. ૩૦-૩૩-૩૪-૩૫-૩૬ અગત્યની છે. ગાથા ૩૦માં કહ્યું છે કે-શુદ્ધદષ્ટિ (નિશ્ચય સમ્યગ્દષ્ટિ) જીવ, ભય-આશા-સ્નેહ અથવા લોભથી કુદેવાદિને પ્રણામ કે વિનય કરતા નથી. ગાથા ૩૩માં કહ્યું છે કે નિર્મોહી ( સમ્યગ્દષ્ટિ ) ગૃહસ્થ મોક્ષમાર્ગમાં સ્થિત છે, પણ મિથ્યાદષ્ટિ મુનિ તો મોક્ષમાર્ગમાં સ્થિત નથી, તેથી મિથ્યાદષ્ટિ ગૃહસ્થ શ્રેષ્ઠ છે. (મોક્ષમાર્ગ એટલે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા. ) ગાથા ૩૫માં કહ્યું છે કેસમ્યગ્દર્શનથી શુદ્ધ અવ્રતી હોય તોપણ તે નાક, તિર્યંચ, નપુંસક સ્ત્રી, માઠું કુળ, વિકળ અંગ કે નિર્ધનતામાં જન્મતો નથી. અહીં ચોથા ગુણસ્થાનવાળો જીવ શુદ્ધ (નિશ્ચય )–સમ્યગ્દર્શનધારી હોય છે, એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com