________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IV
ધ્યેયપૂર્વક શેય તેના કારણપણે કદી પરિણમતો નથી. આ અકાટય ન્યાય સાંભળતા જ લાયક જીવની કર્તાબુદ્ધિ અને કારણપણાની બુદ્ધિ છૂટી જાય છે.
પ્રશ્ન- આત્માને અકર્તા જાણનાર કહ્યો તો તે મોક્ષની પર્યાયનો અકર્તા છે તેવો જાણનાર છે તેવો જાણનાર છે? શ્રીગુરુ નિષ્કારણ કરુણાથી ઉત્તર આપે છે- ના, મોક્ષની પર્યાયને ન કરે તેવો અને તેટલો જ અકર્તા... જાણનાર નથી બતાવવો - “સ્વભાવથી અકર્તા છે સ્વભાવથી જ અકારણ છે”
ધ્રુવ જાણનારને જાણનારપણે જાણતી જ્ઞાન પર્યાય સત્ નિરપેક્ષ છે. અખંડ જાણનારને જાણનારપણે જાણતી પર્યાય તેની યોગ્યતા પ્રમાણે બંધ-મોક્ષ આદિ શેયોને જાણે છે. નિરપેક્ષ જ્ઞાન પર્યાયને બંધ-મોક્ષને જાણવા માટે બંધ-મોક્ષની અપેક્ષા નથી. એ જ્ઞાનપર્યાય તો અકૃત એવા કૃતકૃત્ય સ્વભાવમાં હું પણું કરી સ્થાયીપણાને પ્રાપ્ત થઈ ચૂકી છે. જાણનાર જાણનારથી અભેદભાવે પરિણમીને કહે છે કે – હું તો પૂર્ણ સુપ્ત જાણનાર છું. હું તો મુક્ત જાણનાર છું. નિરપેક્ષ જાનહારમાં સંવૃત થતી પરિણતિ એમ ભાવે છે કે હું નિરપેક્ષ જાણનાર છું. નિષ્ક્રિય શુદ્ધ પારિણામિકભાવની ધ્રુવતાને સ્પર્શીને કહે છે- હું તો નિરાલંબી નિષ્ક્રિય છું.
આ રીતે આત્મા આત્મજ્ઞાનનો કરનારો તો નથી જ પરંતુ... આત્મજ્ઞાનમાં આત્મજ્ઞાન પણ જણાતું નથી. આત્મજ્ઞાનમાં તો હું પૂર્ણ જાણનાર છું... તેમ જણાય છે. આત્મદર્શન કહો કે જૈનદર્શન કહો તે ખરેખર અકર્તાવાદ છે. “આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આત્મા અકારણ છે તે અનુભવજ્ઞાનની પરાકાષ્ટા
છે.”
ધ્યેય પૂર્વક શેય' પુસ્તકમાં પૂ. ગુરુદેવશ્રીએ નિરપેક્ષ ધ્યેયનું સ્વરૂપ જે રીતે પ્રતિપાદિત કર્યું છે. તે ઉપરથી નિઃશંક કહી શકાય કે સર્વ શાસ્ત્રોને કહેવાનો સાર અર્પિત કર્યો છે. કોઈ દ્રવ્યલિંગી અગિયાર અંગનો પાઠી હો કે કોઈ મહાવિદ્વાન હો કે કોઈ શાસ્ત્રનો જાણનાર મનીષિ હો.. પરંતુ અજ્ઞાની ક્યાંય ને ક્યાંય ત્રિકાળી ધ્રુવભાવમાં પર્યાયના અસ્તિત્વને સામેલ કરી અને દૃષ્ટિનો વિષય માનતો મનાવતો આવ્યો છે.
કોઈએ નિર્મળ પર્યાય સહિતના આત્માને દૃષ્ટિનો વિષય કહ્યો. (૨)
કોઈએ કર્મોપાધિ નિરપેક્ષ સામાન્ય ઉપયોગ લક્ષણ જે સક્રિય છે તેને
દૃષ્ટિનાં વિષયમાં સંમિલિત કરી તેને ધ્યેયભૂત પરમાત્મા કહ્યો. (૩) કોઈએ સ્વકાલમાં દ્રવ્યની નિત્યતામાં ઉત્પાદ-વ્યયને તો ભિન્ન રાખ્યા
પરંતુ પર્યાયના ધ્રૌવ્ય અંશને અંશી ધ્રુવ પરમાત્મામાં અભેદ કરી. તેને દૃષ્ટિનો વિષય પ્રતિપાદિત કર્યો.
(૧)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com