________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
ધ્યેયપૂર્વક શેય શ્રીમદ્ભગવત્ અમૃતચંદ્રસૂરિકૃત શ્રી સમયસારજી શાસ્ત્રની “આત્મખ્યાતિ” ટીકા ઉપર પરમ પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અઢારમી વખત થયેલાં પ્રવચનોમાંથી કળશ-ર૭૧ ઉપરનું પ્રવચન (પ્રવચન રત્નાકર ભાગ – ૧૧ માંથી) :
* કળશ - ૨૭૧ *
“જ્ઞાનમાત્ર ભાવ પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું શેય છે અને પોતે જ પોતાનો જ્ઞાતા છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છે:
(શનિની), योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि ज्ञेयो ज्ञेयज्ञानमात्र: स नैव। ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गन्
ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ॥२७१।। શ્લોકાર્થ- [૩: જ્ઞાનમાત્ર: ભાવ: કદમ રિમ સ: શેય-જ્ઞાનમાત્ર: ઈવ ન શેય:] જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શેયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો; [ શેયજ્ઞાન-beenોન-વનાન] (પરંતુ) શેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, [ જ્ઞાન-શેય-જ્ઞાતિ-વસ્તુમાત્ર: શેય:] જ્ઞાન-શેય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જોય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-ય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો).
ભાવાર્થ-જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ જ્ઞાન, શે ય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષસ્વરૂપ વસ્તુ છે. “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com