________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૩
અને જણાવાયોગ્ય શક્તિ, એ પણ મારી પોતાની આહાહા ! હું પોતે જણાવાલાયક થઈને જણાઉં છું! સમજાણું કાંઈ ? હવે, આમાં ઊંડા ક્યાં ઊતરવું માણસને ? નો સમજાય તો પાધરો બહા૨માં ને વ્રતમાં મિથ્યાત્વ ભાવ છે અજ્ઞાનભાવમાં રખડી મર્યો છે એમ અનાદિથી સાધુપણું અનંતવાર લીધું, પંચમહાવ્રત પાળ્યાં આહાહા ! સાધુના ૨૮ ગુણોએ પાળ્યા ! પણ એને જાણવામાં રહી ગઈ ચીજ (આત્મવસ્તુ) રાગની ક્રિયા એ મારી, અહીંયાં તો રાગને જાણવું એટલો જ્ઞેય હું, એ પણ એને આત્માની પ્રતીતિ નથી. આહાહા ! ૫૨ને જાણવા પૂરતું જે પર્યાયનું જ્ઞાન એટલો હું, એણે આત્માને જાણ્યો નથી આહાહા ! સમજાણું કાંઈ ?
แ
જ્ઞાન તે જાણપણારૂપ શક્તિ અને શેય તે જણાવાયોગ્ય શક્તિ, એ મારી જણાવાયોગ્ય શક્તિ એય મારી, અને જાણવાયોગ્ય શક્તિ એ ય મારી અને અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર શાતા-શાતા, અનેક શક્તિએ બિરાજમાન વસ્તુમાત્ર. જણાવાયોગ્ય શક્તિ પણ હું, જાણવાયોગ્ય શક્તિ જ્ઞાન તે હું અને એવી એવી અનંતી શક્તિઓએ બિરાજમાન જ્ઞાતા તે હું વસ્તુમાત્ર એવા ત્રણ ભેદ “ મસ્તુમાત્રઃ ” તે મારું સ્વરૂપમાત્ર છે. એ મારું સ્વરૂપ ત્રણેય છે. જણાવાયોગ્ય પણ હું, જાણવાયોગ્ય પણ હું, એવી શક્તિથી, અનંતી શક્તિએ બિરાજમાન જ્ઞાતા તે પણ હું, ત્રણ થઈને એક વસ્તુ હું છું આહાહા ! કો 'પકડાય છે કે નહીં કાંઈ ? આવી વાત છે વીતરાગની આહાહા ! એને વાળ્યો છે સ્વજ્ઞેયમાં, ૫૨ને જાણવા વળગ્યો એ વસ્તુ નહીં એમ કહે છે એટલું ય એને વસ્તુમાં પાલવતું નથી. ૫૨ને જાણવામાં જેની શક્તિ ગોઠવાઈ ગઈ છે ૫૨માં આહાહા ! ૫૨માં જાણવાની હોં ? એમાંય તું આત્મા નથી. એટલો આત્મા માનનારો પણ વાસ્તવિક આત્માના સ્વરૂપને ઈ માનતો નથી. આહાહા ! સમજાણું કાંઈ ?
,,
આવો વીતરાગનો માર્ગ આ હશે? ભઈ અમારે તો અત્યાર સુધી સાંભળ્યું નહોતું ! “ ઈચ્છામી પડિક્કમણું ઇરિયા વિરીયા તસ્સ મિચ્છામિ દુઃક્કડમ્ ઇચ્છામિ પડિકમણું કર્યુ તું કે નહીં– ભભૂતમલજી- તસ્સ ઉત્તરી કરણેણં, પાયચ્છિત કણેણં, પાઉ કાઉઠાણેણં મોણેણં ઝાણેણં– અપ્પાણં વોસિરામિ ” સમજવાનું છે કાંઈ એમાં ? ગડિયા હાંકયે જાય થઈ ગઈ સામાયિક, ધૂળે ય નથી સામાયિક એમાં સાંભળને! (શ્રોતાઃ મિચ્છામિ દુક્કડં!) શું કીધું... ? હૈં... ? ( શ્રોતાઃ મિચ્છામિ દુક્કડં ) હા, તસ્સ મિચ્છામિ દુક્કડં ! કોનું મિચ્છામિ દુક્કડં? આહાહા! એ વિકલ્પ જે ઊઠયો ને તસ્સ મિચ્છામિ દુક્કડંનો, એ વિકલ્પનો કર્તા આત્મા નહીં. એને આત્મા ન કહીએ, એ તો હવે આત્મા ન કહીએ પણ, વિકલ્પને જાણનાર પૂરતો છો. એટલો ય આત્મા ન કહીએ. ઝીણી વાતું આવી.
સવારમાં નવાણુંમાં વાત હતી. આહાહા ! સ્વ શેયને બનાવ તો જ્ઞાતા પણ તું ને જ્ઞાન પણ તું, ૫૨ની હારે તારે કાંઈ સંબંધ નથી પ્રભુ ! એવી શક્તિ જે ત્રણરૂપે એવી મારું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com