________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
ધ્યેયપૂર્વક શેય વસ્તુ એક ત્રય નામ.”કર્તા આત્મા, એનું પરિણામ તે કાર્ય, પર્યાય બદલે તે તેની ક્રિયા, પણ વસ્તુ તો એકની એક જ છે. એમ અહીંયાં જણાવાયોગ્ય તે હું, જાણનારો તે હું, જ્ઞાતા તે હું. સમજાણું કાંઈ? આહાહા ! દૃષ્ટિ પર્યાય ઉપરથી છોડાવી ને દ્રવ્ય ઉપર મૂકવા માગે છે. પર્યાય જેટલો આત્મા નથી, પર્યાય જેટલું શેય નથી, પર્યાય જેટલું જ્ઞાન નથી ને પર્યાય જેટલો જ્ઞાતા નથી ભાઈ શું કીધું? પર જેટલો તો નથી, પણ એની એકસમયની પર્યાય જેટલું શેય નથી, પર્યાય જેટલું જ્ઞાન નથી ને પર્યાય જેટલો જ્ઞાતા નથી સમજાણું કાંઈ ? પર્યાય જેટલું શેય નહીં, પર્યાય જેટલું જ્ઞાન નહીં, પર્યાય જેટલો જ્ઞાતા નહીં અમારે વકીલ છે ને એ હુશિયાર છે કો સમજાણું આમાં? આહાહા ! લોજિક, ન્યાયથી તો વાત હાલે છે આમાં પણ કોઈ દિ' નજરું આંગણે આવ્યો નથી ને આંગણે છબવા દીધું નથી માળે, એને બહારને બહાર ભમ્યા કર્યો છે, આમ ને આમ આમ ને આમ ! આવો ભગવાન આત્મા “પ્રભુ તારી પાસે, પ્રભુ નથી વેગળા” તારાથી જુદા આઘા નથી આહા! જણાવાયોગ્ય તો ય હું, જાણનારો તો ય હું, એમ કીધું ને જુઓ ને “હું પોતાના સ્વરૂપને વેદ્યવેદકરૂપે જાણું છું. તેથી મારું નામ જ્ઞાન, મારું નામ જ્ઞાન, હું પોતાવડે જણાવા યોગ્ય છું, હું મારા વડે જણાવા યોગ્ય છું. તેથી મારું નામ શેય” એવા નામ પડ્યા છે ત્રણ કહે છે વસ્તુમાં ભેદ નથી. એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું, અનંત શક્તિરૂપ છું, અનંત શક્તિરૂપ અનંતશક્તિ સ્વરૂપ છું તેથી મારું નામ જ્ઞાતા, એવા નામભેદ છે પણ વસ્તુ ભેદ નથી આહાહા ! હેં? તું ત્યાં જે છો ઈ તું છો, શેય પણ આખું તારું, જ્ઞાન પણ આખું તારું ને જ્ઞાતા પણ આખો તારો. “ત્યાં દષ્ટિ કરવા જેવી છે”, પર્યાય દૃષ્ટિ છોડી, નિમિત્તદષ્ટિ છોડી, ભેદષ્ટિ છોડી, શેયની પણ નિમિત્તદષ્ટિ છોડી, પર્યાયષ્ટિ છોડી ને શેય પૂરણ છે ત્યાં દૃષ્ટિ કરવા જેવી છે. જ્ઞાનમાં પણ પરથી જ્ઞાન થશે એમ છોડી ને એક અંશ માત્ર જ્ઞાન તે આખું જ્ઞાન છે એમ છોડી અને ત્રિકાળજ્ઞાન છે એમ દૃષ્ટિ કરવા જેવી છે. જ્ઞાતા પણ પરને લઈને છે એમ છોડી. અંશ માત્ર છે એમ છોડી, ત્રિકાળજ્ઞાતા છે એમ દૃષ્ટિ કરવા લાયક છે. કો” પ્રસન્નભાઈ ભાઈ આ તો પ્રસન્નભાઈએ ફરીને વંચાવ્યું કો સમજાણું આમાં? આહાહા!
આમાં દયા–દાન-વતના વિકલ્પોનો કર્તા તો ક્યાંય રહી ગ્યો ઈ છે જ નહીં. પણ એ દયા દાનના વિકલ્પનો જ્ઞાતા જ્ઞાનની પર્યાયમાં ઈ જણાય એટલું જ્ઞાન છે, ઈ રાગ છે માટે જ્ઞાનનો પર્યાય છે એમેય નહીં, અને ઈ જાણે છે જ્ઞાનનો પર્યાય એને પોતાને અને પરને એટલે એક સમયની પર્યાય, એટલું ય શેય નહીં. એટલો ય શેય નહીં, એટલું જ્ઞાનેય નહીં, એટલો જ્ઞાતાય નહીં. આહાહા ! ત્રણેયની પર્યાયષ્ટિ ઊઠાવી, અંતરદૃષ્ટિ કરવાનો આ વિષય છે આહાહા! ઘણી ગજબ વાત છે આવી વાત ક્યાંય બીજે હોઈ શકે નહીં. દિગંબર સંતો મુનિઓએ વાસ્તવિક તત્ત્વને પ્રસિદ્ધ કરીને, જગત પાસે પ્રસિદ્ધ મૂકે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com