SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશટીકા કળશ-૨૭૧ ૨૧૩ ચેતના સર્વસ્વ ‘ ચેતના ઊતરેલી છે ’ એવો પાઠ આવે છે. આત્મામાં ચેતના ઊતરેલી છે. આખો ઉપયોગ ઊતરેલો છે, ઊતરેલી એટલે ? ચૈતન્યસ્વરૂપ જ છે એમ. આહાહા ! શાસ્ત્રની ભાષા ય ભિન્ન-ભિન્ન કરીને ભારે કેવળજ્ઞાન ઉતાર્યું છે. આમ આત્મા એમાં ચેતના ઊતરેલી છે, ઊતરેલી એટલે કોતરાયેલી છે ચેતનાસ્વરૂપ જ આત્મા છે ઈ ચેતનાસ્વરૂપ જે આત્મા છે એ હું જ્ઞેય મારે જણાવાલાયક હોય તો એ ચીજ છે સમજાણું કાંઈ ? આહાહા ! હવે, આંઠી તો દુનિયાના થોડાક એલ. એલ. બી. ને એમ. એ. પૂંછડા વળગાડે ત્યાં થોડા ઘણા થઈ જાય ઓલા- શું કહેવાય માસ્તર-બાસ્તર કહેવાય છે ને (શ્રોતાઃ ગ્રેજ્યુએટ) ગ્રેજ્યુએટ નહીં, ઓલો મોટાનો ભણેલો ઓલો (શ્રોતાઃ પી.એચ. ડી. પ્રોફેસ૨ ) હા, દાક્તર એનો મોટો કહેવાય છે ને તમારે (શ્રોતાઃ પી.એચ.ડી. ) તારો એ જ્ઞાનનો પર્યાય તો અજ્ઞાન તો ક્યાંય ગ્યું સમજ્યા ? અજ્ઞાનનો પર્યાય હોં ઈ, પણ એ પર્યાયમાં આટલું બધું છ દ્રવ્યો જણાય, એ પર્યાય અંશ છે, અંશ છે ઈ જ્ઞેય નહીં. એ મારે જણાવા યોગ્યનું પૂરું શેય નહીં, એ તો અપૂર્ણ જ્ઞેય છે. આહાહા ! જેમાં આ વિદ્યા તો ક્યાં. પણ જેમાં છ દ્રવ્યોને અનંતા કેવળીઓ જે જ્ઞાનની પર્યાયમાં જણાય, એ પર્યાય પણ મારું શેય નહીં પૂરું, એ તો પર્યાયનો- અંશરૂપ શેય, છે પૂરું મારું શેય ચેતન સર્વસ્વ પૂરણ જ્ઞાયક માત્ર ચેતનસ્વભાવ તે મારું જ્ઞેય છે. મારે જાણવાયોગ્ય હોય તો ઈ ચીજ છે, અંશ જેટલી જાણવાયોગ્ય ચીજ છે નહીં કો 'સમજાય છે કાંઈ ? J) ( ,, ત્યારે કહે છેઃ “ તે હું શેયરૂપ છું. સઃજ્ઞેયઃ ” છે ને ? “ ન એવ “ પરંતુ એવા શેયરૂપ નથી; કેવા શેયરૂપ નથી ” “ જ્ઞેયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણામાત્ર- તે શેય નથી, પહેલાં જ્ઞેય છ દ્રવ્યને કાઢી નાખ્યાં. ભાવાર્થમાં પહેલાં સમુચ્ચયમાં. છે નેઃભિન્ન છ દ્રવ્યો જ્ઞેય છે એમ નહીં ? “ પુદ્ગલથી માંડીને છ દ્રવ્યો જ્ઞેય છે પરંતુ એમ તો નથી ” છ દ્રવ્યો જ્ઞેય છે એમ તો નહીં, એ તો પહેલું કાઢી નાખ્યું. હવે, ઈ છ દ્રવ્યો જે છે અનંતા, એને જાણનારો જ્ઞાનનો પર્યાય, એ જ્ઞેય નહીં. એટલા ‘ જાણવામાત્ર ' નો અંશ તે શેય એટલું નહીં. આહાહા ! આ જુદી જાતની વાત છે હોં કોઈ દિ' ત્યાં ગજનો આંકોય સૂઝે એવો નથી, ત્યાં વાંચે તોય. ઘરે છે પુસ્તક તો હશે ઘરે આ લીધું છે કે નહીં શું કહેવાય આ ‘ કળશ ટીકા ’ લીધી છે કે નહીં લીધી નથી જવાબ નથી તેનો ' લીધું હોય તે, ખબરે ય નો ' હોય આ, આ ઊંચાં પુસ્તકો, અત્યારે તો બહુ પ્રચલિત થઈ ગયું છે ઘણું કળશ ટીકા સમજાણું કાંઈ , અહીંયાં કહે છેઃ “ જ્ઞેયજ્ઞાનમાત્રઃ ” પોતાના જીવથી ભિન્ન છ દ્રવ્યોના-સમૂહના જાણપણા માત્ર ભાવ તેટલો પણ હું શેય નહીં ઓહોહોહો હો... આ શું કહે છે આ આહાહા ! હું તો કેવળજ્ઞાનનો ભિખારી છું કહે છે કેવળજ્ઞાનનો માગવાવાળો છું અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008232
Book TitleDhyey purvak Gney
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2000
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy