________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૯૭ લીધી દક્ષા સમજ્યા ને? લોચ કર્યા અનંતવાર મુંડાવ્યાં પણ આ આત્માનું, આવું ભાન (કર્યા) વિના, એ બધું અલેખે ગયું આહાહા! મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય. પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ.” આ આતમજ્ઞાનની વાત છે આ. સમજાણું કાંઈ? લ્યો ! ઈ શ્લોક (કળશ) પૂરો થયો.
* * * * *
પ્રવચન નં.- ૩ કળશ : ૨૭૧ તા. ૨૮-૮-૬૮
આપણે ચાલતો વિષય છે બસો એકોતેર-૨૭૦ માં એ કાઢી નાખ્યું કેઃ (ચાર ભેદ- દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના મારામાં નથી, અનંતનયોના ભેદ નથી) જુઓ અહીં અભેદને સિદ્ધ કરે છે. ભગવાન આત્મા એકરૂપ વસ્તુ છે એ સમ્યગ્દર્શનનો વિષય છે ધ્યેય છે. અર્થાત્ અભેદ વસ્તુ છે તેને આશ્રયે શ્રદ્ધા જ્ઞાન શાંતિ આનંદ આદિ પ્રાપ્ત થાય છે. તેથી અભેદની વાસ્તવિક્તા શું છે એનું વર્ણન (કરે છે ) જે (સમયસાર) ૧૧મી ગાથામાં ભૂદત્વમસ્સિદો ખલુ સમ્માદિઠ્ઠી વદિ જીવો.. ૧૧. એનો વિશેષ વિસ્તાર કરીને ભિન્ન, ભિન્ન પ્રકારે (વર્ણવે છે). અભેદપણાનો આશ્રય લેવો અને અભેદપણાનું જ્ઞાન કરવું, અભેદવસ્તુમાં સ્થિર થવું એ વાતનું વર્ણન કરે છે. જે મુદની મૂળ રકમ ચારનો નિષેધ કર્યો, હવે ત્રણનો નિષેધ કરે છે. જુઓ ને ઓહોહો ! હું રાગ તો નહીં, શરીર તો નહીં, વાણી નહીં, એક દ્રવ્ય છું એવો જુદો ભેદ, ક્ષેત્ર છું કાળ ભેદ, ભાવ ભેદ એવું છે નહીં. વસ્તુ તોય હું, ક્ષેત્ર તોય હું, કાળ તોય હું, ને ભાવ તોય હું ત્રિકાળ એવો આત્મા અખંડ ને અભેદનો આશ્રય કરવો, એ ધર્મનું કારણ છે કો” સમજાય છે કાંઈ ?
હવે, તો અહીંયાં ત્રણ બોલ, હું જાણનાર, જ્ઞાનદ્વારા હું જાણનારો જ્ઞાન અને જણાય પરદ્રવ્ય છ દ્રવ્ય, એ મારી જ્ઞાનપર્યાયમાં છ દ્રવ્ય જણાય, એટલી પર્યાયવાળોય હું નહીં, એટલો જોય હું નહીં. ઝીણી વાત છે. જ્ઞાનની અવસ્થામાં, છ દ્રવ્ય જણાય એવું જે શેયપણું એકસમયની પર્યાયનું એ ખરું જોય નહીં. છ દ્રવ્ય તો શેય નહીં, પણ એક સમયની પર્યાયમાં છ દ્રવ્ય જણાય એવી એકસમયની પર્યાય, એટલો પણ હું શેય ને એટલો જ્ઞાન હું નહીં, સમજાય છે કાંઈ ? પોતાનો શેય પોતે; પોતે જાણનાર, પોતે જણાવા યોગ્ય, પોતે જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ જેમાં નહીં પરનો જ જ્ઞાતા, પર શેય હું, મારી પર્યાયમાં પરશેય જણાય, તેટલો હું, તેટલો તો નહીં, પણ હું સ્વય- આખી ચીજ તે સ્વય એનો જાણનાર ને જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ મારામાં નથી. આહાહા ! સમજાણું કાંઈ? એ વાત કરે છે જુઓ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com