________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૧૭૭ શોધતાં એની ખોજ નાશ થઈ જાય છે. ખોજ એટલે, એકરૂપ વસ્તુનો અનુભવ એમાં થઈ શકતો નથી. સમજાણું કાંઈ?
એ વસ્તુ પોતે અનંતશક્તિગુણસંપન્ન ભલે (છે) અને વિકાર, શરીર, કર્મથી તો ઈ પ્રાપ્ત થાય નહીં, પુણ્ય-પાપના વિકલ્પથી કે શરીરની અવસ્થાના આશ્રયે, એ વસ્તુની પ્રાપ્તિનો અનુભવ હોય નહીં. પણ એનામાં અનંતગુણ છે ઈ અનંતગુણમાં, એક-એક ગુણના લક્ષે ( પ્રાપ્તિ) કરવા જાય, તો તે ખંડ ખંડ થતાં તેનો (આત્માનો) અનુભવ સિદ્ધ થતો નથી. કેમકે વસ્તુ એકરૂપ છે, એકરૂપ દૃષ્ટિ થતાં એનો અનુભવ થાય. અનંતપણાની દૃષ્ટિ કરતાં એનો અનુભવ થાય નહીં. એમ આ ગાથામાં કહ્યું. હવે, અહીંયાં ચાર બોલનો નિષેધ કરે છે. પહેલાં અનંતગુણના અનંતનયોનો નિષેધ કર્યો, હવે ચારનો નિષેધ ને પછી કરશે ત્રણનો નિષેધ-જ્ઞાતા, શેય ને જ્ઞાન ત્રણ એ પહેલા આમાં ચારનો નિષેધ કરે છે હવે!
પહેલાં છેલ્લો બોલ લે છે “સુવિશુદ્ધ એકો જ્ઞાનમાત્રઃ ભાવ: અસ્મિ” કેવો છું. હું? કે “જ્ઞાનમાત્ર: ભાવ: અસ્મિ” ભાવ: અસ્મિ, ભાવ એટલે વસ્તુ! હું વસ્તુસ્વરૂપ છું હું વસ્તુ સ્વરૂપ છું. “ઔર કૈસા હું? જ્ઞાનમાત્ર:” વસ્તુનો સ્વભાવ ચેતના માત્ર છે. જાણવું દેખવું એવો જ એનો સ્વભાવ છે. “ચેતનામાત્ર હૈં સર્વસ્વ જિસકા” બધું સર્વસ્વ છે ચેતનામાત્રમાં બધું સમાઈ ગયું (છે). ઈ પુણ્ય-પાપ, શરીર, કર્મ એમાં નથી. નથીની વાત અહીંયા કરી નથી, પણ “છે આ” (ની વાત કરી છે.) ચેતનામાત્ર સર્વસ્વ ચેતનામાત્ર સર્વસ્વ પોતાનું! સર્વસ્વ (અર્થાત્ ) સર્વ પોતાનું ચેતનામાત્ર એ વસ્તુ છે!
એકઃ” એક છું. “એકો” છે ને અંદર “સમસ્ત ભેદવિકલ્પોંસે રહિત ઠું' “એક છું' એટલે શુદ્ધ છું. શુદ્ધ છું એટલે એક છું. એક છું એટલે કોઇપણ ભેદના વિકલ્પ વિનાનો છું એટલે કેવો છું, કે “સુવિશુદ્ધઃ ” જુઓ આ અનુભવની દૃષ્ટિ થતાં “આ” હોય છે એમ કહે છે અહીયાં, આહાહા ! સમજાય છે કાંઈ?
આત્માનો અનુભવ થવામાં એકલી વસ્તુ ચેતના માત્ર સર્વસ્વ એક ને સુવિશુદ્ધ (છે.) સુવિશુદ્ધ એટલે? એમાં નાખ્યું (કહ્યું). દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મરૂપ ઉપાધિસેં રહિત . એવો આત્મા ! “કૈસા હૈ...? “દ્રવ્યણ ન ખપ્પયામિ” વ્યાખ્યા જુદી રીતે આ કરે છે આહાહા! ઓલામાં તો દ્રવ્યથી ખંડિત થતો નથી, એટલો અર્થ આપણે લીધો. જયચંદપંડિતમાં આવે છે. અહીંયાં તો કહે છે, જીવ “દ્રવ્ય સ્વદ્રવ્યરૂપ હૈ ઐસા અનુભવને પર ભી મેં અખંડિત હુંહું સ્વદ્રવ્યરૂપ છું હું સ્વદ્રવ્યરૂપ છું એમ છતાં, એ એક ભાગ એમાં નથી આવતો એમ કહે છે. ક્ષેત્ર કાળ અને ભાવ એવા ચાર ભંગમાં, હું સ્વદ્રવ્યરૂપ છું એથી, એના બીજા ત્રણ બોલ (ભાવ) ભેગા નથી આવતા એમ નથી. એકરૂપે હું અખંડ દ્રવ્યમાં અખંડ જ છું. સમજાણું કાંઈ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com