________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૭૭ મોક્ષમાર્ગમાં વર્તતા મુનિઓમાં પણ શુદ્ધોપયોગી મુનિઓને ઉત્તમ અંતરાત્મા કહ્યા ને શુભોપયોગી મુનિઓને મધ્યમ અંતરાત્મા કહ્યા; અંતરમાં આત્માનું જ્ઞાન તો બંનેને છે; પણ જે નિર્વિકલ્પ અનુભવમાં લીન છે તેને ઉત્તમ કહ્યા; શુભરાગવાળાને ઉત્તમ ન કહ્યા. જે કે તેઓ પણ છે તો પંચપરમેષ્ઠીમાં, તેથી ઉત્તમ છે; “સહુ નો ગુત્તમ' માં તેઓ પણ આવી જાય છે, પણ શુદ્ધોપયોગીની અપેક્ષાએ તેમને મધ્યમ કહ્યા. તો પછી શુદ્ધાત્માનું જેને ભાન પણ નથી એવા અજ્ઞાનીના શુભની શી વાત? શુભભાવ વખતે પણ તે તો બહિરાત્મા છે. ને ભેદજ્ઞાની જીવ અશુભભાવ વખતે પણ અંતરાત્મા છે. પરમાત્માને તો શુભ-અશુભભાવો હોતા જ નથી; અંતરાત્માની ચેતના પણ તે-તે વખતના શુભઅશુભભાવોથી જુદી અલિપ્ત જ વર્તે છે.
અજ્ઞાની ગમે તેટલા શુભભાવ કરે, એકલા વ્યવહાર શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું પાલન કરે તો પણ તેનું સ્થાન જઘન્ય-અંતરાત્માથી પણ હલકું છે. એટલે કે તે તો બહિરાત્મા છે. જઘન્ય અંતરાત્માનું સ્થાન તો મોક્ષમાર્ગમાં છે, પણ બહિરાત્માનું સ્થાન મોક્ષમાર્ગમાં નથી. નિર્વિકલ્પઅનુભૂતિસહિત શુદ્ધઆત્માની અંતરષ્ટિ વગર સમ્યગ્દર્શન થાય નહિ ને સમ્યગ્દર્શન વિના અંતરાત્માપણું હોય નહીં. જઘન્ય એટલે નાનામાં નાનો અંતરાત્મા પણ અંતરમાં નિશ્ચય શ્રદ્ધા-જ્ઞાન સહિત જ હોય છે. શ્રદ્ધા-અપેક્ષાએ તેનું જઘન્યપણું નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com