________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પર]
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ અહો, બહુમાનથી તેમના ચરણોમાં શિર નમી પડે છે. ૭૪૨. ધર્મમાં મોટો કોણ?
જેના ગુણ વધારે તે મોટો, ધર્મમાં પુણ્યવડે મોટાઈ
નથી. ૭૪૩. ધર્મી એકલો હોય તો?
-તોપણ તે મુંઝાય નહીં, સત્યમાર્ગમાં તે નિઃશંક છે. ૭૪૪. જેમ માતાને પુત્ર વહાલો છે, તેમ ધર્મીને શું વહાલું છે?
ધર્મીને વહાલા છે સાધર્મી; ધર્મીને વહાલા છે
રત્નત્રય. ૭૪૫. ધર્મની સાચી પ્રભાવના કોણ કરી શકે ?
જેણે પોતે ધર્મની આરાધના કરી હોય તે. ૭૪૬. ધર્મીને ચક્રવર્તી પદનોય મદ કેમ નથી?
કેમકે ચૈતન્ય-તેજ પાસે ચક્રવર્તીપદ ઝાંખું લાગે છે. ૭૪૭. મનુષ્યનો ઉત્તમ અવતાર પામીને શું કરવું?
ચૈતન્યની આરાધનાવડે ભવના અંતનો ઉપાય કરવો. ૭૪૮. પુત્રને દીક્ષા માટે માતાએ કઈ શરતે રજા આપી?
-એવી શરતે કે, ફરીને બીજી માતા ન કરવી. ૭૪૯. શરીરના સુંદર રૂપનો મદ ધર્મીને કેમ નથી ?
કેમકે સૌથી સુંદર એવું ચૈતન્યરૂપ તેણે દેખ્યું છે. ૭૫૦. કદરૂપો-કાળો-કુબડો મનુષ્ય ધર્મ કરી શકે? .. હાં. ૭૫૧. શરીરના સુંદર રૂપથી આત્માની શોભા છે? . ના. ૭પર. આત્મા શેનાથી શોભે છે? ... સમ્યગ્દર્શનરૂપ
આભૂષણથી. ૭૫૩. સૌથી ઊંચામાં ઊંચું ભણતર ક્યું?
જે જ્ઞાનવડે આત્માની અનુભૂતિ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com