________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
ભેદજ્ઞાન-ભજનાવલી આધ્યાત્મિક ભજન - ૧૩૮ જ્ઞાયક હું જાણનારો મધુરમ્ મોક્ષ મારો સ્વભાવથી નિરાલો ચૈતન્ય દેવ મારો] જ્ઞાયક હું.... પર્યાયની રમતમાં રમખાણ શાને રમીયો ૧ દ્રવ્યની દિવ્ય દષ્ટિ રસકંદ રંગ રમીયો કાનલાલનું આ દર્શન અનૂભૂતિ જૈન દર્શન
જ્ઞાયક હું જાણનારો. પર્યાયને પોકારી પરદ્રવ્યમાં પરોવી ૨ દ્રવ્યને તે લલકારી દષ્ટિ અભેદ દીધી છુટે છે દિવ્ય ધ્વનિ પામીને સો પમાડી
જ્ઞાયક હું જાણનારો.. આત્માને આત્માથી અનુભૂતિ થાય જાણી ૩ અનુભવની અમીરી પ્રત્યક્ષ પુરી જણાવી અજ્ઞાની શાસ્ત્ર પાઠી ન જાણે પાર પાડી
જ્ઞાયક હું જાણનારો.......... નય નિક્ષેપ નખરાને નાથ નાખો માંડી વાળી ૪ સુસંગને સુદષ્ટિ સમજાશે શિવ રમણી કરૂણા કરીને કીધી માણોને મોજ માણી
જ્ઞાયક હું જાણનારો. ધ્યેય ધ્યાનમાં છે શય જાણે જૈન ધર્મી જ્ઞાની ૫ ભેદજ્ઞાનની રે ભક્તિ ભણાવે ભેટી ભેટી પર્યાયનો કાળ પાકી પ્રગટાવે પૂર્ણ પુરી
જ્ઞાયક હું જાણનારો. જ્ઞાનીની ગર્જનાને લાયક જીવ જાગે અદભૂત એ અવાજે અનુભવ આવે આવે
પરને જાણવાનું બંધ કર્યા વગર અનુભવ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com