________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૦
om faw
ભેદજ્ઞાન-ભજનાવલી રંગ લાગ્યો-ભક્તિ - ૧૨૩ રંગ લાગ્યો ગુરુજી તારો રંગ લાગ્યો. રંગ લાગ્યો રે લાલ તારો રંગ લાગ્યો. રંગ લાગ્યો રે ભાઈ તારો રંગ લાગ્યો. જાણનાર હું છું એવો ભાવ જાગ્યો. ૧ તારી કૃપાથી મારો સંસાર ભાગ્યો. ૨ તારી કૃપાથી મેં સમયસાર પામ્યો. ૩ શરીરાદિથી જુદો જાણનાર જાણો. કર્મબંધથી જુદો નિબંધ જાણો. ૫ રાગાદિથી જુદો જ્ઞાનમાત્ર જાણ્યો. ૬ બંધ મોક્ષથી જુદો જ્ઞાયક જાણ્યો. ૭ નૌતત્ત્વથી જુદો શુદ્ધાત્મ જાણ્યો. ૮ પરિણામથી જુદો શુદ્ધ ભાવ જાણ્યો. ૯ પરદ્રવ્યથી જુદો સ્વદ્રવ્ય જાણ્યો. ૧૦ પરક્ષેત્રથી જુદો સ્વક્ષેત્ર જાણ્યો. ૧૧ પરકાળથી જુદો સ્વકાળ જાણ્યો. ૧૨ પરભાવથી જુદો સ્વભાવ જાણ્યો. ૧૩ સર્વભેદોથી જુદો અભેદ જાણ્યો. ૧૪ કર્તબુદ્ધિનો મુળમાંથી ભૂત ભાગ્યો. ૧૫ હું કરનાર એવો મિથ્યાત્વ નાશ્યો (ભાગ્યો). ૧૬ અકર્તા છું દષ્ટિમાં આજ આવ્યો. ૧૭ પરને જાણું છું એવો અજ્ઞાન ભાગ્યો. ૧૮ જાણનાર જણાય એવો જ્ઞાન જાગ્યો. ૧૯ જાણનાર જ છું એવો વિશ્વાસ જાગ્યો. ૨૦ જાણનારને જાણતાં આનંદ આવ્યો. ૨૧ મોક્ષ એમ જ થાય શ્રદ્ધાન જાગ્યો. ૨૨
સિદ્ધ સમાન સદા પદ મેરો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com