________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
૭૯
નારકી જીવો રહે છે; અતિશય દુ:ખમાં જીવન જીવે છે; નારકી જીવો અરસપરસ લડતા હોય છે, કયાંય તેમને શાંતિનું સ્થાન નથી. આવી અગ્નિ, દુર્ગંધ અને શસ્ત્રોથી ભરપુર સ્થાનોમાં નારકી જીવો નિરંતર દુઃખી હોય છે, વિલાપ કરે છે, રુદન કરે છે. સુખની ઈચ્છાએ તે જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે.
આ વાત જોવામાં આવતાં, જાણવામાં આવતાં દયા આવે છે, કરુણા આવે છે, વૈરાગ્ય આવે છે; આ બધું પ્રત્યક્ષ નજરે જોતી હોઉં તેવી રીતે જણાય છે.
નરકની અશુચિમય પૃથ્વી કોઈ પ્રકારની જ્ઞાનની નિર્મળતાને કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે.
આ વાત પૂર્વે દેવભવે જોયેલી હોય, તેમાંથી યાદ આવતી હોય. નરકની અશુચિમય પૃથ્વી, નરકની અતિશય પ્રતિકૂળતા તે પ્રત્યક્ષની જેમ જણાય છે; જે જણાય છે તે નિઃસંશય છે.
મેરુપર્વતમાં મોટાં સમવસરણ છે, મોટાં મોટાં ચળકતાં રત્નનાં પાંદડાની વનભૂમિ છે, મોટાં પ્રતિમાઓ છે, રંગરંગનાં, ઝગઝગાટ કરતાં હોય તેવાં જોવામાં આવે છે. ગુલાબી રત્નનાં, પીળાં રત્નનાં, જાંબલી રત્નનાં, સફેદ રત્નનાં-વિવિધ રત્નનાં, જિનેન્દ્ર ભગવાનનાં પ્રતિમાઓ છે તેમ જણાય છે, મોટાં મંદિરો છે, મંદિરોમાં અનેક જાતનાં શિખરોની પંક્તિ છે. વિવિધ રંગનાં રત્ન જડિત, સુવર્ણે જડિત શિખરો છે; રાતાં, ગુલાબી, સફેદ રત્ન જડિત અનેક જાતનાં શિખરો છે. વિવિધ રત્ન જડિત અનેક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk